આ તમામ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મિત્રની બર્થ-ડે પાર્ટી ઉજવવા માટે ભેગા થયા હતાં. તેમની પાસેથી 3 દારૂની બોટલો પણ મળી આવી છે. પોલીસે રેડ પાડી ત્યારે આસપાસના લોકો ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યાં હતાં.
ગાંધીનગર તાલુકાના દશેલા ગામના માધવ ફાર્મમાં કેટલાંક લોકો દારૂની મહેફિલ માણતાં હોવાની બાતમી ગ્રામ્ય એલસીબીને મળી હતી જેના આધારે એલસીબીએ રેડ કરી હતી. જેમાં 9 યુવકો અને 5 યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ યુવક અને યુવતીઓને મેડિકલ ચેક અપ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી તે દરમિયાન આ તમામ પોતાના મોઢાં સંતાડતા જોવા મળ્યાં હતાં.
પોલીસે ધરપકડ કરેલી યાદીમાં ફાર્મ હાઉસના માલિકનો પુત્ર કુશલ પટેલ પણ હતો. તેમની પાસેથી બે મર્સિડીઝ, બે ક્રેટા, એક ઇનોવા અને એક વર્ના કાર જપ્ત કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે. આ તમામ પાર્ટી મનાવવા ભેગા થયા હતા. હાલ તેમની પાસે દારૂ ક્યાંથી આવ્યો અને કોણે આપ્યો હતો તેની તપાસ થઇ રહી છે.