Gandhinagar Municipal Elections : ગાંધીનગર મનપામાં 56 ટકા જેટલુ મતદાન, વૉર્ડ 7માં સૌથી વધુ 67 ટકા, 5 ઓક્ટોબરના પરિણામ

Gandhinagar Elections 2021: કોરોના કાળ પછી યોજાઈ રહેલી આ ચુંટણીમાં રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં સફળ થાય છે કે નહીં તે પણ જોવું રહ્યુું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Oct 2021 11:36 PM
ગાંધીનગર મનપા માટે 57 ટકાથી વધુ મતદાન

ગાંધીનગર મનપા માટે 57 ટકાથી વધુ મતદાન થયું છે. વૉર્ડ 7માં સૌથી વધુ 67 ટકા તો વૉર્ડ 5માં સૌથી ઓછુ 36 ટકા મતદાન.  5 ઓક્ટોબરના પરિણામ આવશે.

મતદાન પૂર્ણ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. પાંચ ઓક્ટોબરે મતગણતરી યોજાશે. ચૂંટણીમાં સરેરાશ 55 ટકા કરતા વધુ મતદાન થયું હોવાના સંકેત મળી રહ્યા છે.

આપ પાર્ટીએ નોંધાવી ફરિયાદ

ગાંધીનગરમાં વોર્ડ નંબર 9માં થયેલી માથાકૂટ અંગે AAPએ ફરિયાદ નોંધાવી છે. ભાજપ કાર્યકરોએ ટેબલ અને ખુરશીઓ ઉથલાવી દીધી હોવાનો આરોપ લગાવ્યો હતો.

મતદાન મથકની બહાર દારૂની બોટલ જોવા મળી


ગાંધીનગરના  સેક્ટર 22 ના મતદાન મથકની બહાર દારૂની બોટલ જોવા મળી હતી.  મતદાન મથકની બહાર પડેલી દારૂની બોટલ વિવાદનું કેન્દ્ર બની છે. 

ગાંધીનગર સેક્ટર 22માં મતદાન મથક પર હોબાળો

ગાંધીનગરમાં સેક્ટર 22 માં પોદાર ઈન્ટરનેશનલ સ્કુલની બાજુના મતદાન મથક પર હોબાળો થયો હતો. આપ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે અચાનક કેટલાક લોકો ગાડીમાં આવ્યા હતા અને ટેબલ ખુરશી લઇ તોડફોડ કરી હતી. બૂથ સેન્સેટિવ હોવા છતા પણ પોલીસનો કોઈ પૂરતો બંદોબસ્ત નહોતો.  હાલ આપ પાર્ટી દ્વારા પોલીસને કોઈ લેખિત ફરિયાદ કે રજૂઆત કરવામાં આવી નથી. 

બપોરે 12 વાગ્યા સુધીમાં કેટલું વોટિંગ થયું

ગાંધીનગરમાં ચૂંટણી પંચના આંકડા મુજબ અત્યારસુધી 17.54 ટકા મતદાન..વોર્ડ નંબર બેમાં 22.92 ટકા તો વોર્ડ નંબર એકમાં 22.20 ટકા મતદાન. 

વોર્ડ નં 10 મતદારો ઈચ્છી રહ્યા છે પરિવર્તન

વોર્ડ નંબર 10માં આવેલ વિસ્તારો માટેના મતદાનમાં મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ. લોકોની સુખાકારી માટે કામ કરે તેવા ઉમેદવારોની પસંદગી કરવાનો મતદારોનો મૂડ છે.  ઘણા મતદારો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, તો ઘણા મતદારો કામ કરનારને તક આપવી જોઈએ એવો મત દર્શાવી રહ્યા છે.

સવારે ૭ વાગ્યા થી ૯ વાગ્યા સુધી મતદાનના આંકડા

  • સૌથી વધારે વોર્ડ ૩ માં ૧૩ ટકા મતદાન

  • વોર્ડ ૭ માં ૧૦ ટકા 

  • સૌથી ઓછું મતદાન વોર્ડ ૫,૬ અને ૧૦ માં માત્ર ૪ ટકા મતદાન


જે વોર્ડમાં ઓછું મતદાન નોંધાયું છે ત્યાં બપોરના સમયે મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે. 

આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસ નોંધાવશે લેખિત ફરિયાદ

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં  આમ આદમી પાર્ટીની મહિલા પોલીગ એજન્ટ ટોપી પહેરીને પોલિંગ બુથમાં બેસતા કોંગ્રેસ આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ કર્યું વોટિંગ

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ રાયસણમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.





કુડાસણના યુવા મતદારોમાં ઉત્સાહ

વોર્ડ નંબર 9 કુડાસણ ખાતે મતદારોમાં ઉત્સાહ. કુલ 31629 મતદારો છે. કુડાસણ બેઠક ઉપર મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. યુવાનોમાં પણ  મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  કુડાસણ બેઠક ઉપર સવારે 7 થી 9 માં 69 મત પડ્યા છે. કુલ 1098 મતદારો બુથ ઉપર છે. 556 પુરુષો અને 542 મહિલા મતદાર છે.

કેટલું મતદાન થયું

ગાંધીનગર મનપા ચૂંટણી માટે સરેરાશ 6.26ટકા મતદાન નોંધાયું છે. સી જે ચાવડા એ મતદાન અધિકારનો કર્યો ઉપયોગ. સેક્ટર ૬ની પ્રાથમિક શાળામાં કર્યુ મતદાન. ધર્મપત્નિ સાથે સેક્ટર ૬ની શાળામાં સીજે ચાવડાએ મતદાન કર્યુ.


 

ગાંધીનગરના મતદારોમાં ઉત્સાહ

કેટલા મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગર કોર્પોરેશનમાં 145130 પુરૂષ અને 136758 સ્ત્રી મતદારો મળી કુલ ર81897 મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. કોર્પોરેશનમાં અત્યાર સુધી 58 ટકા જેટલું મતદાન વધુમાં વધુ થયું છે ત્યારે કોરોના કાળ પછી યોજાઈ રહેલી આ ચુંટણીમાં રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં સફળ થાય છે કે નહીં તે પણ જોવું રહયુું.

ભાજપ, કોંગ્રેસ કે આપ કોણ મારશે બાજી

આ ચૂંટણીમા ભાજપ માટે પ્રતિષ્ઠા, કોંગ્રેસ માટે અસ્તિત્વ અને આપ માટે એન્ટ્રીનો પ્રશ્ન છે ત્યારે ચૂંટણી તંત્રએ ર84 મતદાન મથકો ઉપર સઘન સલામતી વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન કરવા કવાયત હાથ ધરી છે. 

બ્રેકગ્રાઉન્ડ

Gandhinagar Municipal Corporation Elections LIVE: ગાંધીનગર મહાનગરપાલિકાની નવા સીમાંકન સાથે 11 વોર્ડની 44 બેઠકો માટે  સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અન્ય પક્ષ, અપક્ષો મળી 16ર જેટલા ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યા છે ત્યારે ર.82 લાખ મતદારોના હાથમાં આ ઉમેદવારોનું ભાવી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.