Gandhinagar Municipal Corporation Election 2021 Results : ગાંધીનગર મનપામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસના સૂપડાસાફ
Gandhinagar municipal corporation election results Live updates : આ મતગણતરી સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે.
ગાંધીનગર કોર્પોરેશનનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપે 41, કોંગ્રેસે 2 અને આપે એક બેઠક પર વિજય મેળવ્યો છે. આ સાથે ભાજપે ગાંધીનગર કોર્પોરેશનમાં ભવ્ય વિજય મેળવ્યો છે.
જોકે, હવે ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર ૬માં ભાજપની પેનલ તૂટી છે. વોડ નંબર 6મા ભાજપમાં ગૌરાંગ રવિન્દ્ર વ્યાસ, પ્રેમલતા મહેરિયા અને ભાવનાબેન ગોલની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં આપના તુષાર પરીખ જીત થઈ છે. વોડ નંબર 6 મા ભાજપની પેનલ તૂટી છે. વોડ નંબર છમા આપનું ખાતું ખુલ્યુ છે.
વોર્ડ નમ્બર 8માં ભાજપની પેનલનો વિજય
ગાંધીનગર વોર્ડ નં-8
ફાઇનલ પરિણામ
ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા
ભાજપના ઉમેદવાર
ઉષાબેન ઠાકોર 7270
છાયાબેન ત્રિવેદી 7130
રાજેશ પટેલ 7401
હિતેશ મકવાણા 6282
(કોંગ્રેસના ઉમેદવાર)
કુંતલબેન રાવલ 3726
તુષાર આસોડિયા 3328
મિનાબેન ઠાકોર 2838
રાકેશ પટેલ 3623
(આપના ઉમેદવાર)
આશિષબેન ઝાલા. 3838
ગૌતમ પરમાર 4080
દિલીપસિંહ વાઘેલા 3981
રંજનબેન પટેલ 3524
નોટા. 136
ગાંધીનગર
વોર્ડ નં ૧૧ માં બીજા રાઉન્ડના અંતે ચીત્ર બદલાયુ
બીજા રાઉન્ડના અંત હાલ કોંગ્રેસની પેનલ આગળ ચાલી રહી છે
હાલ ત્રીજા અને છેલ્લા રાઉન્ડની ગણતરી ચાલુ
વોર્ડ નંબર ૧૦માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ સાથે ભાજપે મનપામાં બહુમતી મેળવી લીધી છે.
વોર્ડ નં ૧૦ -બીજા રાઉન્ડ ના અંતે પણ ભાજપની પેનલ આગળ . વોર્ડ નં ૧૦ મા ભાજપ જીત તરફ.
ગાંધીનગરમાં ભાજપ બહુમતીથી માત્ર 4 બેઠકો દૂર. ભાજપે ઉજવણી કરી શરૂ
વોર્ડ નંબર-1ની તમામ બેઠકો પર ભાજપનો વિજય. અંજનાબેન મહેતા, રાકેશ પટેલ, મીનાબેન મકવાણા અને નટવરજી ઠાકોરનો વિજય થયો છે.
વોર્ડ 7 ભાજપ તમામ ઉમેદવારોની જીત
કિંજલ ઠાકોર
પ્રેમલસિંહ ગોલ
શૈલેષ પટેલ
સોનલબા વાઘેલા
વોર્ડ નંબર સાતમા ભાજપના ચારેય ઉમેદવારોની જીત
વોર્ડ નંબર 1 ના 14 નંબર ના ઇવીએમમા સિલ તૂટેલ હોવાનો મામલો. આમ આદમી પાર્ટીએ લીધો વાંધો. મતગણતરી થોડો સમય રોકાય.
ગાંધીનગર વોર્ડ નંબર 3 નો ત્રીજો રાઉન્ડ પૂર્ણ
વોર્ડ 3 માં ભાજપને 3 બેઠક અને કોંગ્રેસને 1 બેઠક
કોંગ્રેસના અંકિત બારોટને 1657 મતથી વિજેતા
ભાજપના સોનાલી પટેલ 500 થી વધુ મતથી વિજેતા
ભાજપના દીપિકા સોલંકી વિજેતા
ભાજપના ભરત ગોહિલ વિજેતા
વોર્ડ નંબર-3માં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું. કોંગ્રેસના અંકિત બારોટની થઈ જીત.
વોર્ડ નંબર-9ની તમામ બેઠકો પર ભાજપનો વિજય.
ગાંધીનગર વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર કૈલાશબેન સુતરીયા, કિંજલ પટેલ, હેમાબેન ભટ્ટ, પદમસિહ ચૌહાણનો વિજય થયો હતો.
વોર્ડ નંબર 5માં ભાજપના તમામ ઉમેદવારોની જીત
ગાંધીનગર વોર્ડ નંબર 5માં ભાજપના ચારેય ઉમેદવાર આગળ. મોટી લીડથી ઉમેદવાર આગળ.
ગાધીનગર
વોર્ડ નંબર ત્રણમાં પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ
કોંગ્રેસના અંકિત બારોટ 2003 મતથી આગળ
ભાજપના દીપિકા સોલંકી 1615 મતથી આગળ
કોંગ્રેસના ઊર્મિલા મહેતા 1500 મતથી આગળ
ભાજપના સંજીવ મહેતા 1442 મતથી આગળ
ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવાર આગળ
ગાંધીનગર વોર્ડ નંબર 3માં પેનલ તૂટે તેવા સંકેત. વોર્ડ નંબર સાતમાં ભાજપના તમામ ઉમેદવારો આગળ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં પહેલા રાઉન્ડના અંતે ભાજપના ચારેય ઉમેદવારો જંગી મતોથી આગળ.
ગાંધીનગર વોર્ડ નંબર 9ની પોસ્ટલ બેલેટની મતગણતરીમાં આપના ઉમેદવાર આગળ. વોર્ડ નંબર 5ની પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ. વોર્ડ નંબર 11માં કોંગ્રેસ આગળ.
ગાંધનગર વોર્ડ નંબર 9 અને 10માં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ભાજપ આગળ.
ગાંધનગર વોર્ડ નંબર 9 અને 10માં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ભાજપ આગળ.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થયું હતું. આજે મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાઈ છે. અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થઈ છે. સામાન્ય રીતે કોઈ પણ મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી 5 જગ્યા પર હાથ ધરાશે. આ મતગણતરી સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે. આ પૈકી ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ 9,10,11 ની મતગણતરી આર્ટસ કોલેજ ખાતે યોજાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતગણતરી માટે 11 ટેબલ તૈયાર કરાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી અપાયેલી માહિતી પ્રમાણે 1 વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ બીજા વોર્ડની મતગણતરી હાથ ધરાશે અને કોરોના ગાઇડલાઈનના પાલન સાથે મતગણતરી યોજાશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -