સહકાર ક્ષેત્રમાં સુધારા કરવા મંત્રી જગદીશ પંચાલે મોટો નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર સહકાર ક્ષેત્રમાં સુધારા કરવા માત્ર નામ પૂરતી ચાલુ ગણાતી સહકારી મંડળીઓ બંધ કરવામાં આવશે. સાથે જ ભૂતિયા સભાસદોની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવશે.


ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનું ઓડિટ કરવાના પણ મંત્રીએ આદેશ આપ્યા હતા. આંતર જિલ્લા ઓડિટ કરવામાં આવશે. ત્રણ લાખ જેટલા સભાસદો અને 6 હજાર જેટલી મંડળીઓ ભૂતિયા હોવાની પ્રાથમિક માહિતી છે. સી ગ્રેડ સહકારી મંડળીઓને બી અને એ ગ્રેડની ગ્રેડની મંડળી બનાવવાના ભાગરૂપે આ પ્રયાસ છે.


Gandhinagar: શહેરમાં રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે રેલી યોજાઇ, મોટી સંખ્યામાં યુવાનો જોડાયા


Gandhinagar: આજે મહાન યૌદ્ધા અને રાજપૂત વીર મહારાણા પ્રતાપની જન્મજયંતી છે, દેશભરમાં ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીને મનાવવામાં આવી રહી છે, ત્યારે આ પ્રસંગે ગાંધીનગરમાં પણ રાજપૂત સમાજે વીર રાજપૂત યોદ્ધા મહારાણા પ્રતાપની જન્મ જયંતીની દબદબાભેર ઉજવણી કરી હતી, શહેરમાં રાજપૂત સમાજે એક મોટી રેલી યોજી હતી. 


આજે દેશભરમાં વીર યોદ્ધા મહારાણા પ્રતાપની 483મી જન્મ જયંતી નિમિત્તે ઉજવણી થઇ રહી છે, ગાંધીનગરમાં પણ આજે રાજપૂત સમાજ દ્વારા એક મોટી રેલી યોજવામાં આવી હતી. શહેરના સેક્ટર 12માં આવેલ સમાજના ભવનથી પેથાપુર મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી આ રેલી યોજવામાં આવી હતી. સમાજના લોકોએ મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પિત કરીને ઉજવણી કરી હતી. સ્વાભિમાન સાથે જીવવાની શીખ આપનાર મહારાણા પ્રતાપની જન્મ જયંતીએ સમાજના લોકોને જાગૃત કરવા માટે આ એક ખાસ અને અનોખો પ્રયાસ છે.


MAHARANA PRATAP JAYANTI 2023 : મેવાડના શાસક મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ


વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉદય સિંહ ઉદયપુરના સ્થાપક હતા. મહારાણા પ્રતાપ ભારતમાં મુઘલ સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. હલ્દીઘાટીનું યુદ્ધ મુઘલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું. જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શકિતશાળી મુઘલ શાસક અકબરને ત્રણ વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.


બે તારીખો છે જન્મ દિવસની - 
હિંદુ કેલેન્ડર મુજબ, તેમનો જન્મ ગુરુ પુષ્ય નક્ષત્રમાં જેઠ મહિનાની તૃતીયા પર થયો હતો. આ કારણોસર, વિક્રમ સંવત મુજબ, 22 મે એ મહારાણા પ્રતાપની જન્મજયંતિ પણ છે. આવી સ્થિતિમાં, અંગ્રેજી કેલેન્ડર અને હિન્દુ કેલેન્ડર બંને અનુસાર, મેવાડના શાસક મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે