ગાંધીનગર:ગુજરાત જાહેર સેવા આયોગે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો હતો. જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની નવી તારીખો જાહેર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરી કહ્યુ  હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ 17 નવેમ્બર જાહેર કરી છે. જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની મુખ્ય પરીક્ષા 17 નવેમ્બરના બદલે હવે 24 નવેમ્બર અને એક ડિસેમ્બરેના રોજ યોજાશે.