Gandhinagar: હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે કુપોષિત બાળકો મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, દાહોદ જીલ્લામાં 18326, ડાંગ જીલ્લામા નમસ્તે 575, નર્મદા જીલ્લામાં 2443 અને અમદાવાદ જીલ્લામા 2236 કુપોષિત બાળકો છે.
ડુંગળીના ખેડૂતનું વધુ એક બિલ સોશિયલ મીડિયામાં થયું વાયરલ, વેપારી પાસેથી રૂપિયા લેવાના બદલે થયા ચૂકવવાના
રાજ્યમાં ડબલ એન્જિન સરકારથી ખેડૂતો ભારે નારાજ થયા છે. ખેડૂતોને ડુંગળીના પ્રતિ કિલો અઢીથી ત્રણ રૂપિયા ભાવ સતત બે મહિનાથી મળી રહ્યો છે, જેના કારણે ધરતી પુત્ર ખેડૂત દિવસેને દિવસે આર્થિક દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે. આ દરમિયાન કાલાવાડના ખેડૂતે ડુંગળી વેચી તો વેપારી પાસેથી રૂપિયા લેવાના બદલે ચૂકવવાના થયા છે. જેનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. કાલાવડના ધુતારપુર ગામના ખેડૂતે રાજકોટ પહોંચીને 472 કિલો ડુંગળીનો એક પણ રૂપિયો ન મળ્યો અને સામે 131 રૂપિયા ચૂકવવાના થયા હતા. રાજકોટ યાર્ડમાં ખેડૂતે 472 કિલો ડુંગળી વહેચી હતી. 472 કિલો ડુંગળીના 495 રૂપિયામળ્યા,જ્યારે ટ્રક ભાડું અને અન્ય ખર્ચ 626 રૂપિયા થયો હતો. એટલે કે 131 રૂપિયા સામે ચૂકવવાના થયા હતા.
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર આ ઘટના બની છે. BMW કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાની આશંકા છે. રોડ પર ચાલી રહેલા રાહદારી કપલને કાર ચાલકે અડફેટે લીધા હતા. BMW કાર ચાલક ઘટના સ્થળ પરથી દોઢ કિલોમીટર આગળ ગાડી મૂકીને નાસી ગયો હતો. ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
રાજકોટમાં રોડ ક્રોસ કરતાં વિદ્યાર્થીને કાર ચાલકે ઉડાવ્યો
રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4 ના વિદ્યાર્થી કારચાલકે હડફેટે લેતા મોત થયું છે. અકસ્માતમાં જયેશ ઉર્ફે ચીકી ગોહેલ નામના બાળકનું મોત થયું છે. બાળકને અડફેટે લઈ કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. કુવાડવાના મધરવાડા રોડ પર આ ઘટના બની હતી.કાર નંબર GJ3HR 5584 નંબર ના આધારે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.