ગાંધીનગરઃ PSI ભરતી કૌભાંડમાં ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીને 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગાંધીનગર જિલ્લા કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ બપોરે બે વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન ગાંધીનગર કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે બંન્ને બાજુની બેદરકારી છે. પોલીસ તંત્રની બેદરકારીના મુદ્દે પણ તપાસ કરવી જોઈએ. આરોપીના રાજકીય પીઠબળની પણ તપાસ કરવી જરૂરી છે. પોલીસે આરોપી મયુર તડવીના 14 દિવસના રિમાન્ડ માટે અલગ અલગ 15 કારણો આપ્યા હતા. જેમાં પરીક્ષા માટે ગેરલાયક ઠરેલ હોવા છતા પાસ થયેલા ઉમેદવારોના નામની જાહેર યાદી પોતાના મોબાઈલમાં મેળવી યાદીમાં જણાવેલ નામમાં એડિટિંગ કરીને પોતાનું નામ જાતે લખી પાસ થયે હોય તેવા નકલી ડોક્યુમેન્ટના આધારે પોલીસ તાલીમ સાળા કરાઈ એકેડેમીમાં પ્રવેશ મેળવી તાલીમ લેતા ગુનાહિત કૃત્ય બહાર આવેલ છે.


આ પ્રકારનું કૃત્ય ખૂબ જ ગંભીર પ્રકારનું હોય તેમાં અન્ય સહ આરોપીઓની સંડોવણી નકારી શકાય નહીં તે દિશામાં તપાસ કરવી જરૂરી છે. સમગ્ર ગુનાહિત કૃત્યમાં રાષ્ટ્રદ્રોહ ધરાવતા કોઈ વ્યક્તિ કે સંગઠન પડદા પાછળ હોય તો તે અંગે તપાસ કરવી જરૂરી છે. આરોપી પોતાનો મનસુબો પાર પાડવામાં સફળ થયા હોય તો રાજ્ય કે રાષ્ટ્રીય લેવલની સુરક્ષા માટે ગંભીર ખતરારૂપ સાબિત થવાની પૂરેપૂરી શક્યતા હોય તે તેઓની માનસિકતા ઉપરથી સ્પષ્ટ ફલીત થાય છે


Mid Day Meal: રાજ્યમાં વિદ્યાર્થીને મધ્યાહન ભોજન પીરસવા મહિને ખર્ચવામાં આવે છે માત્ર આટલા રૂપિયા ? વિધાનસભામાં સરકારની કબૂલાત


Gujarat Assembly Updates: હોટેલનું એક દિવસનું  જમવાનું બિલ થાય તેના કરતા પણ ઓછા રૂપિયા ફાળવાય છે વિદ્યાર્થીઓને એક મહિનો મધ્યાહન ભોજન પીરસવા પાછળ, જાણીને આશ્ચર્ય થશે કે રાજ્ય સરકાર મધ્યાહન ભોજન યોજના પાછળ એક બાળક દીઠ મહિને માત્ર  129 થી 200 રૂપિયા ખર્ચે છે. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં આ હકીકત સામે આવી છે.


 વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન વિધાનસભા કૉંગેસ પક્ષના નેતા અમિત ચાવડાએ  રાજ્યમાં મધ્યાહન  ભોજન યોજના પાછળના ખર્ચ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં શિક્ષણમંત્રીએ આપેલી લેખિત વિગતો ચોકાવનારી છે . છેલ્લા બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પાછળ 1890.18 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. વર્ષ 2021 - 22માં 993.34 કરોડ અને વર્ષ 2022 - 23માં 896.84 કરોડ રૂપિયા ખર્ચાયા હતા . હવે આ આંકડા ઉપરથી એમ લાગશે કે આ કરોડોનો ખર્ચ  અધધ છે. પણ જયારે પ્રતિ બાળક મહિને કેટલા રૂપિયા ખર્ચાયા તેની વિગતો ઉપર નજર કરીએ ત્યારે આશ્ચર્ય અને આંચકો લાગશે. 


 ફેબ્રુઆરી 2021 થી જાન્યુઆરી 2022 દરમિયાન ધોરણ એક થી પાંચમાં પ્રતિ બાળક પ્રતિ માસ 129.22 રૂપિયા જયારે ધોરણ છ થી 8માં પ્રતિ બાળક પ્રતિ માસ 193.70 રૂપિયાનો ખર્ચ થયો.  તેવી જ રીતે ફેબ્રુઆરી 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન ધોરણ 1 થી પાંચમાં એક બાળક દીઠ  એક મહિને 143 રૂપિયા અને ધોરણ 6 થી 8માં  વિદ્યાર્થી દીઠ મહિને 200.72  રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે . રાજ્ય સરકાર અહીં પોતાના બચાવમાં એવું જણાવે છે કે ભારત સરકાર દ્વારા કરવામાં આવતા વધારા મુજબ બાળકદીઠ ફાળવાતી રકમમાં વધારો કરવામાં આવે છે