પોરબંદર પાસે કૉષ્ટલ કાર્ગો અને પેસેંજર સર્વિસ વધારવા માટે નવા બર્થના બાંધકામ માટે કેંદ્ર સરકાર દ્વારા 37 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય અંગલ અને શિપ યાર્ડમાં કામ કરતા મજૂરોને યોગ્ય તાલિમ અને સલાતી આપવા માટેનું આયોજન કેંદ્ર સરકારનું દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર પાસે મરિન શિપ બિલ્ડીંગ યાર્ડ વિક્સાવવામાં આવશે.
વેરાવળ અને માંગરોડ પાસે ફિશરીઝ હાર્બલના વિકાસ માટે 50 કરોડની નાણાકીય સહાય આપવામાં આવશે. અને ઘોઘા-દહેજ રોરો ફેરીના ડ્રેજીંગ માટે 117 કરોડની ફાળવણી કરવામાં આવશે.
અલંગ રિસાયક્લિંગ યાર્ડને જોડતા અલંગ, માડવી, મીઠીવિરડી, હાથણ, ભાવનગર, નવા રોડનું ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કરવામાં આવશે. કામદરોના કલ્યાણ માટે 200 કરોડની ફાળવણી કરી અલંગ ખાતે હસ્ટેલ અને હૉસ્પિટલનું નિર્ણાણ કરવામાં આવશે.