ગાંધીનગરઃ મેયર પ્રવિણ પટેલને નામોદિષ્ઠ અધિકારીએ નોટીસ આપી છે. પક્ષાતંરધારા આધારે પ્રવિણ પટેલને નોટીસ પાઠવવામાં આવી છે. 29 સપ્ટેંબરના રોજ જવાબ સાથે હાજર રહેવા નોટીસ આપી છે. મેયર પ્રવિણ પટેલ ગાંધીનગર કોર્પોરેશનની સમાન્ય ચુંટણીમાં કૉંગ્રેસ પક્ષમાંથી ચુંટણી લડી જીતી મેળવી હતી. અને ત્યાર બાદ બીજેપીમાં જોડાઈ ગાંધીનગના મેયર પદનો તાજ મેળવ્યો હતો. જેને લઈને કૉંગ્રેસ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બીહોલાએ પક્ષાંતરધારા હેઠળ નામોદિષ્ઠ કોર્ટમાં અરજી કરી હતી.