ગાંધીનગરઃ આજે ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. લગભગ તમામ બેઠકો પર કોંગ્રેસની હાર નિશ્ચિત થઈ ગઈ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંત્રી મંડળનું વિસ્તરણ હાલ નહીં, થાય તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, આ તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ. આગળની ચૂંટણી આ જ પ્રકારે જીતીશુ. વિસ્તરણ મુદે કહ્યું, હાલ કોઈ વિષય જ નથી. નોંધનીય છે કે, ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારોની 10 હજારથી વધુની લીડ છે. તેમજ કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત થઈ ચૂકી છે.
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Nov 2020 02:31 PM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંત્રી મંડળનું વિસ્તરણ હાલ નહીં, થાય તેમ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -