Gujarat Election 2022: શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશમાં મુદ્દત પડી  છે. શંકરસિંહ આજે મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાવાના હતા પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પ્રવાસ રદ્દ થયો છે. જેને લઈ આગામી સમયમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. બાપુના નજીકના મિત્રોનો દાવો મલ્લિકાર્જુન ખડગે આવશે ત્યારે બાપુ જોડાશે.


ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ કર્યા જાહેર


ગુજરાત વિધાનસભા માટે ભાજપે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.  ભાજપે 22માંથી 6 ઉમેદવારો જાહેર કરતાં હજુ 16 ઉમેદવારોના નામ પર સસ્પેન્સ યથાવત છે. સી.આર,પાટીલના ગઢ સુરતની ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલનું પત્તુ કપાયું છે. તેના સ્થાને સંદીપ દેસાઈને ટિકિટ મળી છે.



  • ભાવનગર પૂર્વમાંથી સેજલ પંડ્યા

  • ધોરાજીથી મહેન્દ્રભાઈ પડાળિયાને

  • ખંભાળીયાથી  મુળુ બેરા

  • ડેડીયાપાડાથી હિતેશ વસાવા

  • ચોયાર્સીથી સંદીપ દેસાઈ

  • કુતિયાણા ઢેલીબેન ઓડેદ્રા 


ભાજપે ચૂંટણીને લઈ રેપ સોંગ બનાવ્યું


વિધાનસભાની  ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે પક્ષો-ઉમેદવારો દ્વારા સતત નવા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. ભાજપના સાંસદ-અભિનેતા રવિ કિશને ગુજરાત ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે ગુજરાતી-ભોજપુરી મિશ્રિત રેપ સોંગ તૈયાર કર્યું છે અને જેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ રેપ સોંગના માધ્યમથી વિપક્ષના નેતાઓના એ સવાલોના ઉત્તર આપવામાં આવ્યા છે, જેઓ 'ગુજરાતમાં શું છે?' તેમ કહીને ભાજપને ઘેરતા રહ્યા છે. 'ગુજરાત મેં કા બા (ગુજરાતમાં શું છે?)...ગુજરાતમાં મોદી છે...' તે આ રેપ સોંગના શબ્દો છે. આ ગીતમાં નરેદ્ર મોદીની પ્રમાણિક્તા, ભ્રષ્ટાચાર-પરિવારવાદ સામે તેમની નીતિ, ગુજરાતનો વિકાસ, ગાંધી-સરદારની ધરોહર, સોમનાથ-દ્વારકાનો પણ ઉલ્લેખ છે. આ ગીતને આગામી ટૂંક સમયમાં યુ ટયુબ પર લોન્ચ કરાશે. આ ઉપરાંત ચૂંટણી સભાઓ દરમિયાન પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. રવિ કિશને અગાઉ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી વખતે ભોજપુરી રેપ સોંગ 'યુપી મેં સબ બા' બનાવ્યું હતું.