Govt Job :  સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્કની ભરતી માટેની જગ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જૂનિયર ક્લાર્કની ભરતી માટે 898 જગ્યા વધારવામાં આવી હતી.  હવે કુલ 5,202 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અગાઉ 4304 જગ્યા માટે ભરતી કરવામાં આવવાની હતી. આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે.


આટલી જગ્યા પર થશે ભરતી


ગૌણ સેવા પસંદગી મંડળ જૂનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 5202 જગ્યાઓ માટે ભરતી કરાશે.


31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે


4 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા હતા. ફોર્મ 31 જાન્યુઆરી સુધી રાત્રે 23:59 સુધી ભરી શકાશે. ઉમેદવારે ફોર્મ સાથે રૂ.500 પરીક્ષા ફી ભરવી પડશે. જોકે, પાસ થયેલા ઉમેદવારો મંડળ દ્વારા ફી પરત અપાશે.


ઉમેદવારે કોઈપણ એક પરીક્ષા ગ્રુપની પસંદગી કરવું પડશે. જેમાં બિન અનામત વર્ગ માટે 500 રૂપિયાની પરીક્ષા ફી રાખવામાં આવી છે. અને અન્ય ઉમેદવારોએ 400 રૂપિયા પરીક્ષા ફી ભરવી પડશે. આ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.


ગ્રુપ A અને B માટે અલગ અલગ યાદી બનાવવામાં આવશે


CBRT પદ્ધતિથી ગ્રુપ-એ અને બી માટે પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ બાદ ગ્રુપ -એ અને બી માટે અલગ અલગ યાદી બનાવવામાં આવશે. અને આ ઉમેદવારને કેટેગરીવાઈઝ 7 ગણા મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.


નોંધનીય છે કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ 3 ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આકંડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે માટે  2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.