અમદાવાદઃ ગુજરાત સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે. વાસ્તવમાં ગુજરાત સરકારે રાજ્યનાં 4.65 લાખ કર્મચારીઓનો ઓક્ટોબર મહિનાનો પગાર આ વખતે 24થી  26 ઓક્ટોબરનાં રોજ ચૂકવી દેવાનો નિર્ણય કર્યો છે.


દિવાળીના તહેવારના કારણે પગારની વહેલા ચૂકવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે નાણાં વિભાગને આ સંબંધે સૂચનાઓ આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.