ગાંધીનગરઃ કોરોનાના કહેર વચ્ચે દેશમાં રસી આવવાના પડધમ વાગી રહ્યા છે. ત્યારે વેકસીનની જાહેરાત પહેલા ગુજરાતનું આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયું છે. એક જ દિવસમાં 15 લાખ લોકોને વેકસીન આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વેકસીન આપનાર વેકસીનેટરને તાલીમ આપવામાં આવી છે.


આજ દિન સુધી 15 હજાર જેટલા વેકસીનેટરને તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં વેકસીન આપવા માટેના સ્પોટ પણ આઇડેન્ટિફાઇ કરી દેવામાં આવ્યા છે. વેકસીન સેન્ટર પર વિશેષ વ્યવસ્થાઓ માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગોલ્ડ સ્ટોરેજ ચેઇન અંગે પણ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે.