ગાંધીનગરઃ ગુજરાતમાં થોડા સમય પહેલા ત્રાટકેલા તાઉતે વાવાઝોડામાં ભારે નુકશાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઇ નિરીક્ષણ પછી રાજ્યને 1 હજાર કરોડની સહાય પણ આપી હતી. ત્યારે હવે આ સહાયને લઈને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યો છે. 


તેમણે વાવાઝોડામાં જાફરાબાદ સહિતના વિસ્તારમાં જે નુકશાન થયુ છે તે અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, માછીમારોને ભાજપની સરકાર દ્વારા  વધુ કંઇ આપવામાં આવતું નથી. પેકેજ આપ્યું પણ અમલવારી નથી થઈ રહી, બધી વાતો છે ખાલી. ઝવેરભાઈ બિચારા મારી બધી વાત માને છે એ પોતે પણ લાચાર છે. સરકાર કરે એ સાચું. સીએમને રજુઆત કરી છે સરકાર કરે તેં સારું. માછીમારો માટેનું પેકેજ પુરતું નથી સરકાર વધારવું જોઈએ. જવાહર ચાવડા બિચારા મારી બધી વાત માને છે એ પોતે પણ લાચાર છે.


કોળી સંમેલન કરવા મુદ્દે જવાબ આપતાં પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, જો એમ હું કરવા બેસું ને તો આખા ગુજરાતનો કોળી સમાજ ભેગો કરું અને આ બધાની તાકાત તોડી નાંખું. પણ એવું મારે નથી કરવું. પણ એવું કરવાથી ને આ પટેલ સમાજે કર્યું શું દશા થઈ, લે શું કરી લીધું. સરકારની સામે પડવું ખોટું છે. હું ચાહું તો હું ભી કરી શકું છું. પણ એનાથી કંઈ મતલબ નથી અને સરકારની સામે થાવું ખોટું છે. 


અમદાવાદમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે શું કરી છે આગાહી?


અમદાવાદઃ શહેરમાં બપોરે ધોધણાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસ.જી. હાઈવે, હાથીજણ, શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર, સત્તાધારા, નારણપુરા, ભૂયંગદેવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. 


હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 24 જૂન સુધી દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. ઉપરાંત દરિયાઈ વિસ્તારના માછીમારોને પણ 60 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં નહીં જવા માટે સૂચના અપાઇ છે. માંડવી, દીવ, ઓખા અને જખઉના દરિયામાં ભારે પવનને કારણે 3થી 4 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે.


અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાંથી અન્યત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે.આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને તેને સંલગ્ન ઉત્તર પૂર્વ અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જેને લીધે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે.



રાજ્યમાં વર્તમાન ચોમાસાની સિઝનનો સરેરાશ 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારે સવાર સુધીમાં વરસેલાવ રસાદના આંકડા મુજબ રાજ્યના 206 તાલુકાઓમાં પાંચ ઈંચ સુધીનો, 36 તાલુકામાં પાંચથી દસ ઈંચ અને નવ તાલુકામાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.