ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરે બે લાગ્યા સુધીમાં રાજ્યના 113 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં 5.3 ઈંચ પડ્યો છે. આ સિવાય મહેસાણામાં 4 ઇંચ, કચ્છના લખપતમાં 3.5 ઇંચ, મહેસાણાના કડીમાં સવા 3 ઇંચ, નવસારીના જલાલપોરમાં 3 ઇંચ, જામનગરના લાપુરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.




આ સિવાય નર્મદાના ડેડિયાપાડા, ગાંધીનગરના કલોલ, પાટણના હારીજ, ભુજ વલસાડ, ગાંધીનગર, નવસારી, સુરતના પલસામા, અંજાર અને વાપીમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે સાણંદ, મહેસાણાના જોટાણા, નખત્રાણા, નવસારીના ખેરગામ, પારડી, મહિસાગરના વિરપુર, ભચાઉ, ગાંધીધામ, સુરતના ચોર્યાસી, જામજોધપુર, ગણદેવી, ધરમપુર, લાઠી, બોડેલી, અમદાવાદ શહેર સહિતના વિસ્તારમાં એક ઇંચથી બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.



આ ઉપરાંત માણસા, કામરેજ, રાણાવાવ, બારડોલી, કપરાડા, ચીખલી, સુરતના મહુવા, ચાણસ્મા, સુરત શહેર, કાલાવાડ, બોટાદ, બહુચરાજી અને કપડવંજમાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.