ગાંધીનગરઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી શરૂ થઈ છે. સવારે દસ વાગ્યા સુધી થયેલી મતગણતરીમાં ભાજપ 13 જિલ્લા પંચાયતમાં આગળ હતો જ્યારે કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી. આ પ્રારંભિક પરિણામો છે તેથી તેમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત 81 નગરપાલિકામાંથી 32 નગરપાલિકામાં ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસે ખાતું નતી ખોલ્યું.


2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. બે જિલ્લા પંચાયતમાં ટાઈ પડી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. આ વખતે કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થાય એવી શક્યતા છે.