હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ઉપરવાસમાંથી ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં ભારે પ્રમાણમાં પાણીની આવક થતાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 131.04 મીટર પર પહોંચી છે. જ્યારે હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ઓમકારેશ્વર ડેમમાંથી પાંચ લાખ ક્યૂસેક પાણી છોડાતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી ત્રણ લાખથી વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. રિવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી એક હજાર મેગાવોટ વીજળી પણ ઉતપન્ન થઈ રહી છે.

ઉપરવાસમાંથી પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જ્યારે 8,13,599 ક્યુકેસ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલતાં નદી કાંઠા અને જિલ્લાના 21 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

નર્મદા ડેમ નજીકના ગરૂડેસ્વર તાલુકાના ગભણા, કેવડિયા અને વસંતપુરા આમ 3 ગામમાંથી 10 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતાં નર્મદા નદીમાં છોડવામાં આવતાં પાણીમાં વધારો કરવામાં આવ્યો છે.