Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. 17મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાશે, 19મી તારીખ સુધી ઠંડી વધશે. આ સપ્તાહમાં વાદળો ઘેરાયેલા રહેશે. 22મી તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવશે.  22 અને 23 ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દ.ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની આગાહી છે.  નાતાલ પૂર્વ બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. આ શિયાળામાં અલનીનોની અસર ના કારણે શિયાળો ઠંડો અને ગરમ રહેશે. સમુદ્રના પાણી આ વર્ષે ગરમ રહેશે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવા વર્ષની શરૂઆત સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે. પરંતુ 5 ફેબ્રુઆરીએ વેસ્ટન ડીસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે, તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનના પલટાનું રહેશે. પરંતુ ફાગણ માસમાં ઠંડી પાડવાની શક્યતા રહેશે. કચ્છ, નલિયા, ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાવાળો રહેશે અને એપ્રિલ માસમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2024 સાયક્લોજેનિક વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયકલોન જોવા મળશે. 1મે પછી દરિયામાં હલચલ જોવા મળશે. જૂન માસની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે.



રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો


દિલ્હી એનસીઆરમાં કડકડતી ઠંડીએ માત્ર ધ્રુજારી વધારી નથી પરંતુ લોકોને તેમના ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પાડી છે. તાપમાન પણ પાંચ ડિગ્રીથી નીચે ગયું છે. તેની સીધી અસર ઠંડીથી પીડાતા લોકોને તાપણાનો આશરો લેવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, શહેરોમાં ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોએ હવે નાઈટ શેલ્ટરમાં આશરો લેવાનું શરૂ કર્યું છે. નાઈટ શેલ્ટર હોમમાં આશ્રય લેતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.


દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભારતીય ટીમને ડબલ ઝટકો, દીપક ચાહર વન ડે અને મોહમ્મદ શમી ટેસ્ટ સીરિઝમાંથી બહાર


ઉપલેટાના ખેડૂતોનો અનોખો વિરોધ