ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું છે. વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા રવાના થયા હતા. બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબેને આજે (30 ડિસેમ્બર) સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
હીરાબાના નિધન પર ભાજપના અનેક નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પંકજભાઇના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં કરવામાં આવશે. હીરાબાના પાર્થિવ દેહનું સેક્ટર 30માં આવેલ સંસ્કાર ધામમાં અંતિમ સંસ્કાર થશે. વડાપ્રધાન મોદી સાડા સાત વાગ્યે અમદાવાદ પહોંચશે. હીરાબાનો પાર્થિવ દેહ પંકજભાઇના નિવાસસ્થાને રખાયો છે. શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતાના નિધનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે શાનદાર શતાબ્દીનું ઇશ્વર ચરણમાં વિરામ. માતામાં મે હંમેશા ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે.