ગાંધીનગરઃ ઉરી હુમલો અને મુંબઇમાં સંદિગ્ધ શખ્સોની ઘુષણખોરીની શક્યતાને લઇને રાજ્યમાં ગૃહ વિભાગે અલર્ટ આપ્યુ છે. તમામ જિલ્લામાં સતર્ક રહેવા આદેશ અપાયા છે. દરિયા અને સરહદી વિસ્તારમાં તકેદારી રાખવા સુચન અપાયુ છે. મુંબઇ અને ઉરીની ઘટનાને લઇને રાજ્યનું ગુપ્તચર વિભાગ પણ હરકતમાં આવ્યુ છે. માછીમારો સાથે મળીને દરિયાઇ વિસ્તારોમાં નજર રખાઇ રહી છે.

મુંબઇમાં સંદિગ્ધ શખ્સો દેખાતા ગુજરાત ડીજીપી પી.પી. પાડેયએ કોસ્ટલ એરિયાને એલર્ટ રહેવા માટે કહ્યું છે. અને દરિયાઇ સુરક્ષા વધારવા આદેશ આપવામાં આવ્યા છે. માછીમારો અને પોલીસે દરિયાઇ માર્ગે સર્ચ શરૂ કર્યું છે.