ફિક્સ પગારના વિરોધમાં કરવા ધરણા કરવા જઇ રહેલા 100 કર્મચારીઓની અટકાયત
abpasmita.in
Updated at:
02 Oct 2016 06:54 PM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી લંબિત ફિક્સ પે કર્મચારીઓના મુદ્દાઓને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે ગાંધીજયંતિએ કર્મચારીઓ દ્રારા ગાંધીનગરમાં ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ હતો. જો કે પોલીસે મંજૂરી આપી ન હોવાથી કર્મચારીઓ કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં વિવિધ સ્થળોથી 100 થી વધુ કર્મચારીઓને પોલીસ અટકાયત કરી હતી અને તેમને ડીએસપી કચેરી લઇ જવામાં આવ્યા હતા. કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે સરકાર આ ફિક્સ પે ની પ્રથા નાબુદ કરે, જ્યાં સુધી આ નહિ થાય ત્યાંસુધી આંદોલન ચાલુ રહેશે. આગામી દિવસોમાં હાઇકોર્ટમાંથી મંજૂરી લઇને ઉપવાસ આંદોલ કરવાની ચીમકી પણ કર્મચારીઓએ ઉતારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -