ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારની કર્મચારીઓ, બેરોજગારી યુવાનો તેમજ  પ્રજાના અન્ય પડતર સવાલોને લઇને છેલ્લા દોઢ વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઇ પરિણામ આવ્યું નથી. જેથી લોકોએ રૂપાણી સરકાર વિરુદ્ધ ૨૨ ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે “જન અધિકાર મહાસંમેલન” મારફતે આંદોલન શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે 22 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેઓ વડોદરામાં  આયોજીત આ કાર્યક્રમમાં દિવ્યાંગને કિટ અને ડિવાઇસનું વિતરણ કરશે.


ફિક્સ પગારદારો, આઉટસોર્સિંગ કર્મચારી,સફાઈ કર્મચારી,આશાવર્કરો,આંગણવાડી કર્મચારી,માનદવેતન કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુતમવેતન ના આપતા લોકો સરકાર વિરુદ્ધ ગુસ્સે ભરાયા છે.

ટ્વીટર ટાઉનહોલમાં લોકોએ ફિક્સ પગાર અને બેરોજગારીને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલો કર્યા છતાં કોઇ પરિણામ આવ્યું નથી. ૨ ઓક્ટોમ્બરના રોજ ગાંધીનગર ખાતે અનશન પર બેસવાની મંજૂરી ના આપી ૨૦૦ કર્મચારીઓની અટકાયત કરી હતી. સરકારની આ તમામ હરકતના કારણે ગુજરાતના યુવાનો અને કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.