Gandhinagar: આખરે બે વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યા બાદ ગાંધીનગર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં આવી છે છે અને આજે પ્રમુખ-ઉપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. મોહબતજી ઠાકોરને ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે દક્ષાબેન પટેલને ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.  તમને જણાવી દઈએ કે,  તાલુકા પંચાયતની 28માંથી 20 સીટ બીજેપી જીતી હતી જ્યારે 8 સીટ કોંગ્રેસના ફાળે આવી હતી.


જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત


જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ મેયર તરીકે ધર્મેશ પોસીયાના નામની જાહેરાત કરવામાં આવી છે.  જ્યારે ડે મેયર તરીકે આકાશ કટારાના નામની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકરના નામની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સાશક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 48 બેઠક સાથે ભાજપનો જવલંત વિજય થયો હતો. 


ચૂંટણી પહેલા જ કોંગ્રેસને લાગ્યો હતો ઝટકો


જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે  મનપા ચૂંટણીમાં ભાજપને વોર્ડ નંબર 3 અને 14 માં કોંગ્રેસ ઉમેદવારએ  સમર્થન આપી દીધુ. વોર્ડ 12માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલએ  સમર્થન આપ્યું હતું.  60 માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિન હરીફ થઇ હતી.  શહેર ભાજપ પ્રમુખએ સત્તાવાર માહિતી આપી હતી.


નવી જવાબદારી અંગે શું બોલ્યા પલ્લવીબેન


સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેનની વરણી કરવામાં આવી છે. આ અંગે પલ્લવીબેને પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જૂનાગઢના વિકાસને વધુ વેગ આપવામાં આવશે. પક્ષ દ્વારા મને મોટી જવાબદારી આપવામાં આવી છે. ટ્રિપલ એન્જીન સરકાર અનેક વિકાસના કામ કરશે.



જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના પ્રમુખના નામની વિધિવત રીતે જાહેરાત  



  • રાકેશ ત્રાબડીયા બન્યા વંથલી ન. પા. ના પ્રમુખ 

  • જીતેન્દ્ર પનારા બન્યા માણાવદર ન. પા. ના પ્રમુખ 

  • સુનિલ જેઠવાણી બન્યા બાટવા ન. પા. ના પ્રમુખ

  • બેનાબેન ચુડાસમા બન્યા ચોરવાડ ન. પા. ના પ્રમુખ

  • ક્રિષ્ના થાપ્પનિયા બન્યા માંગરોળ ન. પા. ના પ્રમુખ

  • દયા બેન સોલંકી બન્યા વિસાવદર ન. પા. ના પ્રમુખ

  • નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીનો રહ્યો હતો દબદબો


સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો હતો


 જે રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ બમ્પર જીત મેળવી હતી તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી હતી. સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં ત્રણ નગરપાલિકા છોડીને તમામ નગરપાલિકા પર ભાજપે કબજો કરી લીધો હતો.


રાણાવાવ, કુતિયાણા અને સલાયા સિવાય તમામ નગરપાલિકા પર ભાજપે કબજો કરી લીધો હતો. અમરેલી જિલ્લામાં તમામ નગરપાલિકાઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો. તો બીજી તરફ રાજકોટ અને ભાવનગર જિલ્લાની નગરપાલિકામાં પણ ભાજપે બમ્પર જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે, ભાવનગર પેટચૂંટણીમાં બીજેપીની જીત થઈ હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સલાયા સિવાય તમામ જગ્યાએ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.


તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી  પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.  68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે કૉંગ્રેસના ખાતામાં એક માત્ર સલાયા પાલિકા આવી છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ પાલિકામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો દબદબો રહ્યો છે.  આ બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. 


આ પણ વાંચો...


શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ