ગાંધીનગરઃ કલોલમાં પ્રતિષ્ઠિત બિઝનેસમેનની 18 વર્ષની દીકરી પ્રેમી સાથે ભાગી જતા સમગ્ર શહેરમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. તાજેતરમાં જ 18 વર્ષ પૂરા કરનાર યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ છે. યુવતી 45 લાખના દાગી અને રોકડ લઈને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. આ ઉપરાંત તે પોતાન સાથે બર્થસર્ટી, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો પણ લઈ ગઈ હોવાની ચર્ચા છે.
આ અંગે કલોલ પોલીસને અરજી મળતા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, કલોલના પ્રતિષ્ઠિત બિઝનેસમેનની દીકરીને શહેરના જ એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. દરમિયાન તે 18 વર્ષની થતાં જ પ્રેમી સાથે પૈસા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ છે. પરિવાર તેના પ્રેમસંબંધને નહીં સ્વીકારે તેવું માનીને યુવતી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે.
પ્રતિષ્ઠિત પરિવારની દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાથી આ વિષય અત્યારે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પોલીસ ફણ ખૂબ ધીરજ પૂર્વક આગળ વધી રહી હોવાની ચર્ચા છે. અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે.
કલોલઃ પ્રતિષ્ઠિત બિઝનેસમેનની 18 વર્ષની દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ, કેટલી રકમ લઈને છૂ થઈ એ જાણશો તો લાગી જશે આંચકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jan 2021 10:10 AM (IST)
કલોલના પ્રતિષ્ઠિત બિઝનેસમેનની દીકરીને શહેરના જ એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. દરમિયાન તે 18 વર્ષની થતાં જ પ્રેમી સાથે પૈસા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -