ગાંધીનગરઃ બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.
મોદી સરકારે કેટલા કરોડ ફાળવ્યા
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલાં એક સવાલના જવાબમાં આરોગ્ય વિભાગે જવાબ આપ્યો કે, વર્ષ 20-21માં કોરોના મહામારી માટે કેન્દ્ર સરકારે રૂા.308 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી તે પૈકી રૂા.211 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે પૈકી હજુય રૂા.96.97 કરોડ વપરાયા નથી. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે ખુદ કરોડો રૂપિયા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા ખર્ચ્યા છે ત્યારે ચૂંટણી જીતવાના મોહમાં ભાજપે જ સરકારના કરોડોના ખર્ચ પર પથારી ફેરવી દીધી હતી. હવે ફરી સુફિયાણી વાતો કરી કોરોનાને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે
આજે શું છે સ્થિતિ
એક બાજુ,ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફની થાગ મહેનતના પરિણામે કોરોનાના કેસો એટલી હદે ઘટયાં હતાં કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો કોરોના વોર્ડ બંધ કરવો પડયો હતો. ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાના અભરખામાં રાજકીય નેતા-કાર્યકરો બિન્દાસ બનીને ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્યા હતા. જેના પરિણામે આજે અગાઉ જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું છે જેના કારણે કરોડોના ખર્ચ પછીય હતાં ત્યાંને ત્યાં આવીને ગુજરાત ઉભું રહ્યુ છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36,77,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,17,132 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,90,858 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
Ahmedabad Coronavirus Case: અમદાવાદની સ્થિતિ ચિંતાજનક, સતત બીજા દિવસે નોંધાયા 500થી વધુ કેસ
રાશિફળ 25 માર્ચ: આજે છે આમલકી એકાદશી, જાણો કેવો રહેશે તમારો દિવસ