ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલ 2 બેઠકો માટે માર્ચ મહિના સુધીમાં ચૂંટણી યોજાવાની શકયતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સરકાર પાસે ચૂંટણી માટે કર્મચારીઓ-અધિકારીઓની યાદી માંગી છે.
નોંધનીય છે કે, ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધનના પગલે રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. રાજ્યસભાની ચૂંટણી વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન યોજાય તેવી પ્રબળ શકયતા છે. બંને સભ્યો અલગ અલગ ટર્મમાં ચૂંટાયા હોવાથી ચૂંટણી પણ અલગ અલગ થાય તેવી પૂરી શક્યતા છે. જો આ પ્રમાણે થશે તો કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવી પડશે. તેમજ ભાજપને એક બેઠકનો ફાયદો થશે.
જોકે, ચૂંટણીપંચ રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરે તે પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે.
ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ક્યારે થશે ચૂંટણી? જાણો મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Dec 2020 11:11 AM (IST)
રાજ્યસભાની ચૂંટણી વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન યોજાય તેવી પ્રબળ શકયતા છે. બંને સભ્યો અલગ અલગ ટર્મમાં ચૂંટાયા હોવાથી ચૂંટણી પણ અલગ અલગ થાય તેવી પૂરી શક્યતા છે.
અહેમદ પટેલની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -