ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ગુજરાત આવશે. વડાપ્રધાન મોદી ગુજરાતને સુવર્ણ ભેટ આપશે. વડાપ્રધાન મોદી આજે બપોરે અમદાવાદ એરપોર્ટ આવશે. અહીથી તેઓ સીધા ગાંધીનગર રાજભવન જશે. ત્યાં તેઓ ભાજપના નેતાઓ સાથે રાજકીટ બેઠકો કરશે. બાદમાં સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના ગિફ્ટ સીટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગિફ્ટ-IFSCની મુલાકાત લઈને ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું લોકાર્પણ કરશે. જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. IFSCAનો હેતુ બુલિયન ઈકોસિસ્ટમ વિકસાવવાનો છે. જેનાથી ભારતને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ પ્રભાવક અને પ્રાઈઝ સેંટર તરીકેની ઓળખ પ્રાપ્ત થશે. ગોલ્ડ એક્સચેન્જ આવ્યા બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ થશે. આ બુલિયન એક્સચેન્જમાં પાંચ ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થશે. આ બુલિયન એક્સચેન્જમાં 56થી વધુ ક્વોલિફાઈડ જ્વેલર્સ IIBXથી ટ્રેડિંગ કરી શકાશે.


એટલુ જ નહીં ડોલરમાં પણ સોનાની ખરીદી કરી શકાશે. બુલિયન એક્સચેન્જમાં શરૂઆતના તબક્કામાં રોજના 50 હજાર કરોડથી વધુનું સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે. બુલિયન એક્સચેન્જમાંથી સોનાની આયાત પણ કરી શકાશે. જો કે સોનાની નિકાસ થઈ શકશે નહી. દેશમાં જે પણ સોનું આયાત કરાશે તે આ જ એક્સચેંજ હેઠળ આવશે. આગામી વર્ષોમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જથી 200થી 250 ટન સોનાની આયાત થવાનો અંદાજ છે. ગોલ્ડ એક્સચેન્જ આવ્યા બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે.


 


Aadhaar Voter ID Link: 1 ઓગસ્ટથી, ચૂંટણી પંચ આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે! જાણો તેની સરળ પ્રક્રિયા


PM Kisan વિશે મોટા સમાચાર, તમારે પણ પૈસા પરત કરવા પડશે, યાદીમાં તમારું નામ છે કે નહીં તપાસો


આર્થિક મંદીની અસર Facebook પર પડી, નવી ભરતી પર પ્રતિબંધ મૂક્યો આવ્યો, ઝકરબર્ગે આપ્યા સંકેત


MiG-21 Fighter Jet Crash : રાજસ્થાનના બાડમેરમાં IAFનું ફાઈટર એરક્રાફ્ટ મિગ-21 ક્રેશ, 2 પાયલટ શહીદ