ગાંધીનગર ખાતે બાબુભાઇ પટેલ દ્વારા કરેલ જાહેરાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકાર વતી તેઓને અભિનંદન પાઠવ્યા હતાં અને ઉમેર્યુ હતું કે, દેશભરમાંથી શહીદો માટે સહાયની સરવાણી થઈ રહી છે ત્યારે બાબુભાઇ પટેલે શનિવારે મારો સંપર્ક કરીને શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માર્ગદર્શન માગ્યું હતું.
મેં તેમના ઉત્સાહને વધાવી પ્રેરણા આપીને માર્ગદર્શન આપ્યું હતું જેથી પ્રેરાઈને તેઓએ સહાય કરવાનો નિર્ણય કર્યો હતો અને જાહેરાત કરી હતી તે સત્વરે શહીદોના પરિવારજનોને પહોંચતી કરાશે.
બાબુભાઇ પટેલના પરિવાર દ્વારા શહીદોની શહાદત માટે શ્રદ્ધઆંજલિ આપવા જે પ્રયાસ કરાયો છે તે ગુજરાત માટે ગૌરવ છે અને અન્ય લોકો તથા સેવાભાવી સંસ્થાઓ પણ આ માટે પ્રેરાશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.