Gandhinagar : ગુજરાત સરકારે કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને સહાય મામલે અગ્રતાક્રમ માટે મોટો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યના ગૃહવિભાગે ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ અનુસાર કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને 25 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. અવસાન પામેલા પોલીસ કર્મચારીના પત્ની અથવા પતિ, વિકલાંગ સંતાન, ત્યારબાદ અન્ય સંતાન અને ત્યારબાદ મૃતકના માતા પિતાને સહાય મળી શકશે. કોઈ પણ જાતની આવક મર્યાદા વગર જુના ઠરાવને ધ્યાને રાખી રાજ્યના ગૃહ વિભાગે સહાય ચુકવવા ઠરાવ કર્યો છે.
પોલીસ વિભાગના આ કમર્ચારીઓનો સમાવેશ
રાજ્યના ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ કોરોનાકાળ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા અને મૃત્યુ પામેલા પોલીસદળ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, GRD, ટ્રાફિક બ્રિગેડ, જેલ તંત્રના સુરક્ષા કમર્ચારી અને અધિકારીના અવસાનના કિસ્સામાં તેમન આશ્રિત, પરિવારને 25 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે.
હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આકરી ગરમી પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે.