રૂપાણીએ જાહેરાત કરી છે કે, લૉકડાઉનને કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં લઈને પરિવાર દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ વિનામૂલ્યે વિતરણ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આગામી 7 મેથી ૧12 મે સુધીમાં આ વિતરણ કરવામાં આવશે.
ગુજરાતના લગભગ 3 કરોડ લોકોને તેનો લાભ મળવાનો અંદાજ છે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એપીએલ કાર્ડધારકોને આ જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ આપવામાં આવશે. ગુજરાતમાં કોઇ નાગરિકને ભૂખ્યા સૂવું ન પડે તેવી સંવેદના સાથે આ નિર્ણય લીધો છે અને આ અનાજ વિતરણનો અંદાજે રૂપિયા 200 કરોડનો ખર્ચ રાજ્ય સરકારને થશે તેવી જાહેરાત પણ રૂપાણીએ કરી છે.