Gandhinagar : ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ (Sadguru Jaggi Vasudev) જમીન બચાવો અભિયાન (Save Soil Campaign)ને લઈને ગુજરાતમાં આવ્યાં  છે. જામનગરના રાજવી જામસાહેબના આમંત્રણને માન આપીને સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગર ગયા હતા. અને આજે 30 મેં ના રોજ તેઓ આ અભિયાન સાથે અમદવાદમાં આવ્યા છે. ગુજરાતમાં ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવના જમીન બચાવો અભિયાન અંગે મોટા સમાચાર મળી રહ્યાં છે. 


જમીન બચાવો અભિયાન અંતર્ગત MOU 
ગુજરાત સરકાર (Gujarat Government) અને  ઇશા ફાઉન્ડેશન (Isha Foundation)ના સદગુરુ જગ્ગી વાસુદેવ વચ્ચે જમીન બચાવો અભિયાન (Save Soil Campaign) માટે MOU કરવામાં આવશે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સદગુરુ જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં આ MOU થશે.  જમીન બચાવો અભિયાન   માટે MOU કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે. ગુજરાત સરકારના મંત્રી વિનુ મોરડીયાએ આ જાણકારી આપી છે.