ગાંધીનગરઃ ગુજરાતમાં હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા પછી સોનિયા ગાંધી દ્વારા જૂનાગઢ શહેર અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિતભાઈ પ્રવીણભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રૈયાભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખનો કાર્યકાળ તરીકે રૈયાભાઈ રાઠોડની નિમણુક કરવામાં આવી છે. જૂના, અનુભવી અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા રૈયાભાઇ રાઠોડને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવતા સ્થાનિક હોદેદારો અને કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના કાર્યકારી પ્રમુખ તરીકે મહેશ શર્મા તેમજ કો-ઓર્ડિનેશન કમીટના કન્વીનર તરીકે કેશુભાઈ પટેલ, કેમ્પેઇન કમિટીના કન્વીનર તરીકે પ્રભુ ટોકિયા અને કો-ઓર્ડિનેશન કમિટીના સભ્ય તરીકે બિકારામ સિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે.