ગાંધીનગર: આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પાછોતરા વરસાથી તૈયાર પાકને પણ નુકસાન થયું છે. પાકમાં થયેલા નુકસાનને લઈને ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. 20 જિલ્લાના 136 તાલુકાનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી 6 હજારથી વધુ ગામોને આ રાહત પેકેજનો લાભ મળશે. આજે પ્રવક્ત મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી.


રાજ્ય બજેટ સહાયમાંથી 362 કરોડની સહાય


ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદને લઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત પેકેજમાં જે જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેા પર નજર કરીએ તો, પંચમહાલ, નવસારી, સુરેંદ્રનગર, દ્વારકા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ,સુરત, પાટણ, છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે.


4 લાખ 19 હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે


આ સહાયનો 4 લાખ 19 હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે. SDRF સહિત ટોપઅપ રકમની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ઓગસ્ટ માસમાં પડેલા વરસાદથી થયેલ નુકસાનીને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નોંધનિય છે કે, પાછોતરા વરસાદમાં થયેલ પાક નુકસાનીનો પણ સર્વે કરાશે. તૈયાર પાકો પર પડેલા વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે. જે તાલુકામાં પાછોતરો વરસાદ થયો છે ત્યા ફાઈનલ સર્વે કરવામાં આવશે.


CM ભૂપેંદ્ર પટેલે પાછોતરા વરસાદથી નુકસાનનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો


તમને જણાવી દઈએ કે, CM ભૂપેંદ્ર પટેલે પાછોતરા વરસાદથી નુકસાનનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે. તૈયાર પાક પલળી ગયા અથવા ઢળી ગયા હોય તેનો પણ સર્વે કરાશે. તૈયાર પાક પાણીમાં તણાઈ ગયા હોય તો તેનો પણ સર્વે થશે. નોંધનિય છે કે, બિન પિયતમાં પ્રતિ હેક્ટર 11 હજારની સહાય કરવામાં આવશે. પિયત પાકોમાં પ્રતિ હેક્ટર 22 હજારની સહાય કરાશે. પિયત પાકોમાં SDRFના 17 હજાર, રાજ્ય સરકારના 5 હજાર અપાશે. ચોમાસામાં રાજ્ય સરકારે નુકસાનીનો રિપોર્ટ કેંદ્ર સરકારને સોંપ્યો છે. ખેતી નુકસાન, રોડ-રસ્તા, સિંચાઈના નુકસાનનો રિપોર્ટ કેંદ્રને સોંપવામાં આવ્યો છે.


આ પણ વાંચો...


CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'