ગાંધીનગરઃ ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીની મુદત 30 મે સુધી લંબાવાઈ હતી.
અત્યાર સુધીમાં રાજ્યમાં 8 હજાર 617 ખેડૂતો પાસેથી રૂપિયા 104 કરોડની 16 હજાર 480 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાઈ છે. જો કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં તુવેરના પાકની મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલા ખેડૂતો પૈકી ઘણા ખેડૂતો તુવેરનો પાક ટેકાના ભાવે વેચી નહોતા શક્યા. જેને લઇને ખરીદી 15 દિવસ લંબાવવામાં આવી હતી.
રાજ્યના IAS અધિકારી પર CBIએ પાડ્યા દરોડા
CBIની ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડ મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ. આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.
લાલુ યાદવના 17 સ્થળો પર CBIના દરોડા, ભ્રષ્ટાચારનો આરોપ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે, જેઓ હાલમાં જ ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર જેલમાંથી મુક્ત થયા છે. CBI ભ્રષ્ટાચારના કેસમાં તેમના ઘણા સ્થળો પર દરોડા પાડી રહી છે. સીબીઆઈની ટીમ પટનામાં પૂર્વ સીએમ અને લાલુ યાદવની પત્ની રાબડી દેવીના ઘરે પણ પહોંચી ગઈ છે.
IPLની આ સિઝનમાં ફાક ડુ પ્લેસીસ દમદાર કેપ્ટન સાબિત થયો, જાણો કોણ કોણ છે ટૉપ પર........
Post Office: પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે સારા સમાચાર, NEFT સેવા શરૂ, ટૂંક સમયમાં જ મળશે RTGS સુવિધા
એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, આ જગ્યાએ ચાલુ બસે ડ્રાઈવરે...