ગાંધીનગર: ગાંધીનગરના નભોઈ પાસે કેનાલમાં કાર ખાબકવાની ઘટના બની છે.  નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. 
કારમાં 4થી5 લોકો સવાર હોવાનો પ્રત્યક્ષ દર્શીએ દાવો કર્યો છે.  અત્યાર સુધી 2 મૃતદેહ ફાયરના જવાનોએ બહાર કાઢ્યા છે. કેનાલમાં ખાબકેલી કાર પણ ફાયરના જવાનોએ બહાર કાઢી હતી.  

Continues below advertisement






હજુ પણ 2થી3 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  મૃતકો અને ગુમ થયેલા લોકો ક્યાંના છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.  


બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા


આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે ટીમ પહોંચી હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. શોધખોળમાં બે લોકોનાં મૃતદેહ  ફાયર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં એક યુવક અને યુવતીનો સમાવેશ થાય છે. જ્યારે બે લોકો ગુમ હોવાની આશંકા છે.


અહેવાલ અનુસાર, ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવક અને યુવતી સહિત બે  લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.  જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ નથી. ફાયર બ્રિગેડ દ્વારા  હાલમાં  કામગીરી ચાલી રહી છે.


કાર કેનાલમાં ખાબકતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં કેનાલ નજીક લોકોના ટોળા ઉમટી પડ્યા છે. પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. ફાયરના જવાનો દ્વારા કેનાલમાં હજુ શોધખોળ ચાલી રહી છે.આશંકા છે કે હજુ કેટલાક લોકો કેનાલમાં ડૂબ્યા છે. પ્રત્યક્ષદર્શની જણાવ્યા મુજબ કારમાં પાંચ લોકો સવાર હતા. એવામાં અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા નહોતી મળી. 


એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે કાર પૂરપાટ ઝડપે આવી  અને અચાનક કેનાલમાં ખાબકી હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ  ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.