મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ 31મી મેના રોજ પૂરા થઈ રહેલાં લોકડાઉન-4 બાદની સ્થિતિ અંગે ભારત સરકારે શનિવારે લોકડાઉનના બદલે અનલોક-1 દ્વારા લોક ખોલવાની દિશામાં એક પછી એક કદમ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. તેને આવકારતા ગુજરાતમાં પણ અનલોક-1 સંદર્ભે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણે સૌ કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ એ ભૂલવાનું નથી. એકે એક ગુજરાતી કોરોના વોરિયર બનીને કાર્યરત થાય. માસ્ક વિના બહાર ન નીકળીએ તેમજ જવાબદાર નાગરિક તરીકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ.
એટલું જ નહીં વારંવાર સાબુથી હાથ ધોઈએ, કામ કાજના સ્થળે બધું સેનેટાઈઝ થાય તેની દરકાર રાખીએ અને આપણાં પરિવારના 65 વર્ષથી વધુ વયના વડીલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ તેમને ઘર બહાર ઓછા જવા દઈએ.
મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને એવી અપીલ કરી કે, લોકડાઉનના ચાર તબક્કામાં જે સહકાર-સહયોગ આપીને નિયમોનું પાલન કર્યું છે તે રીતે હવે અનલોક-1માં પણ સહયોગ આપે. કામકાજ અટકે નહીં, આર્થિક રૂકાવટ આવે નહીં. સાથોસાથ જનજીવન અને રોજિંદી પ્રવૃત્તિઓ ઝડપથી પૂર્વવત થાય તેની પણ સૌ તકેદારી રાખે.
અનલોક-1ની ગાઈડલાઈન્સ જાહેર થયા બાદ રાજ્ય સરકારે ગુજરાતની જનતાને શું કરી અપીલ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 May 2020 11:11 AM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ 31મી મેના રોજ પૂરા થઈ રહેલાં લોકડાઉન-4 બાદની સ્થિતિ અંગે ભારત સરકારે શનિવારે લોકડાઉનના બદલે અનલોક-1 દ્વારા લોક ખોલવાની દિશામાં એક પછી એક કદમ આગળ વધવાનો નિર્ણય કર્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -