Vibrant Gujarat 2024: આજે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિ તેમજ કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર હેશટેગ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેની પાછળનું કારણ વાઈબ્રન્ટ ગુજરાત છે. મોરોક્કોના મંત્રી Ryad Mezzou એ તેમના સંબોધન દરમિયાન "Prime Minister of BHARAT"નો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ પીએમ મોદી પણ હસી પડ્યા હતા.






વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટમાં પીએમ મોદીએ સંબોધન કર્યુ, તેમને સૌથી પહેલા વાઇબ્રન્ટ સમિટમાં પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત અને આભાર વ્યક્ત કર્યો હતો. પીએમે કહ્યું કે, મારા ભાઈ UAEના રાષ્ટ્રપતિનો આભાર માનુ છે, ભારત-UAE વચ્ચે આત્મીય સંબંધ છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ છે. ભારત-UAEના સંબંધો સતત મજબૂત થયા છે. 25 વર્ષમાં ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પ છે. ભારત-UAE વચ્ચે મહત્વના MOU થયા છે.


પીએમ મોદીએ સંબોધનમાં આગળ જણાવ્યુ હતુ કે, વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં તમામ લોકોને આવકારુ છે, વાઈબ્રન્ટ ગ્લૉબલ સમિટમાં મોદી મોદી થયુ હતુ. વાઈબ્રન્ટ સમિટના મહેમાનોનો PMએ માન્યો આભાર. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કર્યુ અને ગુજરાતને 'વાઈબ્રન્ટ ગિફ્ટ' આપી હતી. આગળના 25 વર્ષના લક્ષ્ય પર ભારતનું કામ ચાલી રહ્યું છે. આઝાદીના 100 વર્ષમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે. હવેના 25 વર્ષ ભારત માટે અમૃતકાળ રહેશે. નવા સપના, નવા સંકલ્પનો કાર્યકાળ છે. હવેના 25 વર્ષ ભારત માટે ખુબ મહત્વના છે.


પીએમ મોદીએ જણાવ્યુ કે, ભારત-UAE વચ્ચે મહત્વના MOU થયા છે. ભારત-આફ્રિકા વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. ભારતનું દરેક ક્ષેત્ર પર ફોકસ રહ્યું છે. G-20 સમિટમાં આફ્રિકન યુનિયનને સદસ્યતા છે. દેશ દરેક ક્ષેત્રમાં તેજીથી વિકાસ કરી રહ્યો છે. આ સમિટે નવા આઈડીયાને પ્લેટફોર્મ આપ્યુ છે. ગ્લૉબલ ફ્યુચર માટે ભારતે દુનિયાને રોડમેપ આપ્યો છે. વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યૂચરનો સિદ્ધાંત આવશ્યક છે. ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધ્યુ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધા, નિષ્ઠા અને ભારતનો પ્રયાસ છે. વિશ્વ કલ્યાણ માટે ભારતનો પ્રયાસ વિશ્વને સમૃદ્ધ બનાવે છે.