ટ્રકે ટક્કર મારતાં મહિલા ટ્રકની આગ જ રોડ પર પછડાઈ હતી ત્યાર બાદ ટ્રકનું ટાયર ફરી વળતાં મહિલાના શરીરના 2 ટૂકડા થઈ ગયા હતા. આ અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગાંધીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર-વાવોલ રોડ પર હિટ એન્ડ રનની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક ફાસ્ટ જઈ રહેલા ટ્રક ચાલકે રોડ પર જઈ રહેલી એક મહિલાને ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
ગાંધીનગરમાં સર્જાયેલા અકસ્માતમાં સાધનાબેન નામની શિક્ષક મહિલાના શરીર પર ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાના શરીરના બે ટૂકડા થઈ ગયા હતા. બીજી બાજુ ટ્રક ડ્રાઈવર ઘટનાને અંજામ આપી ત્યાંથી ભાગી ગયો હતો.
અકસ્માતમાં બાદ સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતાં ત્યાર બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને રોડ અકસ્માતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.