Group Capt Varun Singh Health Update:હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત 72 કલાક બાદ પણ નાજુક છે.હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત 72 કલાક બાદ પણ નાજુક છે. તેમને બેંગ્લોરની કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.


વાયુસેનાના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ તેમની તબિયતમાં કોઈ સુધારો  નથી પરંતુ સ્થિતિ સ્ટેબલ છે.  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કેપ્ટનના પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરી અને તેમને તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું. રાજનાથ સિંહે વરુણ સિંહના પરિવારજનોને કહ્યું કે, દેશ દરેક રીતે મદદ કરવા તૈયાર છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વરુણને શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ આપવામાં આવી રહી છે. સાથે જ પરિવારજનોએ પણ વરુણની સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. કામન હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર વરુણની હાલત નાજુક છે. તેની હાલતને જોતા એક વિશેષ ટીમ તેની દેખરેખ રાખી રહી છે.


પિતાએ આ કહ્યું


વરુણ સિંહના પિતા કર્નલ કેપી સિંહ (નિવૃત્ત) એ આગલા દિવસે કહ્યું હતું કે તેમનો દીકરો યોદ્ધા હોવાથી હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને બહાર આવશે. તેણે આગળ કહ્યું, "ઘણા ઉતાર-ચઢાવ છે તેણે ઉમેર્યું કે દર કલાકે તેમના પુત્રના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવે છે. લગભગ દસ વર્ષ પહેલાં સેનામાંથી નિવૃત્ત થયેલા સિંહે કહ્યું કે શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ અને શ્રેષ્ઠ નિષ્ણાતો તેમની સારવાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આખા દેશની પ્રાર્થના તેમના પુત્ર સાથે છે.


આ પણ વાંચો


UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?


 


ઉલ્લેખનિય છે કે,  8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સેનાના જવાનોના મોત થયા હતા. જ્યારે વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે.