ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે થોડા સપ્તાહમાં કોરોના વેક્સિન આવી જશે તેવી કરેલી જાહેરાત બાદ આજે રાજ્યના નાયબ  મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું, રાજ્યમાં ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન આપશે.   પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ, બીજા તબક્કામાં પોલીસ અને હોમ ગાર્ડ્સ તથા ત્યારબાદના તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનને વેક્સિન આપશે તેમ જણાવ્યું હતું.


બીજા તબક્કામાં પોલીસ, હોમગાર્ડસ સહિતના કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. જ્યારે ત્યારબાદના તબક્કાઓમાં 50 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિન અપાશે. આ સિવાય 50 વર્ષથી નીચેની વયના કેન્સર, હૃદયરોગ જેવી બીમારીથી પીડિત છે તેમને પાછળના તબક્કામાં સમાવેશ કરવામાં આવશે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું, આ વેક્સિનને કોલ્ડ સ્ટોરેજમાં રાખવી પડશે. આ માટે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર વગેરે વિસ્તારમાં વેક્સિનેશનની કામગારી કરાશે. વિવિધ કોર્પોરેશન પણ આ કામગીરીમાં જોડાશે. વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક ફરજિયાત પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પર નીતિન પટેલે જનતાને અપીલ  કરી હતી.

કોરોના વેક્સિનને લઈને કામગીરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતાં વધુમાં જણાવ્યું કે, કોરોના વેક્સિનને લઈને રાજ્યમાં IAS ઑફિસરોની સરકારે નોડલ ઑફિસર તરીકે નિમંણૂક કરી છે. છેક ગ્રામ્ય સ્તર સુધી આ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગ્રામ્ય સ્તર સુધી રસીકરણની વ્યવસ્થા ગોઠવવા કલેકટર અને કમિશ્નરને સૂચના અપાઈ છે. રસીકરણ માટે ઉચ્ચ કક્ષાની કમિટી તૈયાર કરાઈ છે.  કેન્દ્ર સરકાર પુરવઠો ફાળવશે એ પ્રમાણે રસીકરણ કરાશે.  વેક્સિન આવે એટલે તરત જ નક્કી કરેલા લાભાર્થીઓને રસી આપવાનું કામ તબક્કાવાર થાય તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બે વધારાના વોક-ઇન કુલર, એક વોન ઇન ફ્રી અને ૧૬૯ આઇસલાઇન્ડ રેફ્રીજરેટર પૈકી ૧૫૦ જેટલા આઇસલાઇન્ડ રેફ્રીજરેટર મળી ગયા છે. ૩૦ ડીપ ફ્રીઝ કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત થશે.

કોવિડ વેક્સિન અને લાભાર્થીના ચેકીંગ માટે ભારત સરકાર દ્વારા cowin software બનાવવામાં આવ્યું છે. જિલ્લા અને કોર્પોરેશન દ્વારા પણ આ સોફ્ટવેરમાં રસીકરણના સ્થળ અને વેક્સિનેટરની માહિતીની એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે.

દેશના ભાજપ શાસિત આ મોટા રાજ્યએ માર્ચ સુધી સ્કૂલો બંધ કરી, જાણો વિગતે

સી.આર.પાટીલે અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તરીકે કોના નામ પર મારી મહોર ?

મોદી સરકારના મંત્રીએ કહ્યું, કેટલાક ઉદ્યોગપતિઓના ઈશારે કૃષિ સુધારણા કાયદા પાસ કરવામાં આવ્યા ? જાણો શું છે હક્કીત