ગાંધીનગર:  ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Covid19)ના 13 નવા કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં હાલ 155 એક્ટિવ કેસ છે અને 4  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,140 દર્દીઓએ કોરોના(Coronavirus)ને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.


 


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 155 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 151 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,140 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે.  આજે કોરોનાને કારણે એક મોત થયું છે. સુરતમાં કોરોના સંક્રમણના કારણે એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4,  દાહોદ 2, કચ્છ 2,  વડોદરા કોર્પોરેશનમાં 2,જૂનાગઢ કોર્પોરેશન 1,  સુરત કોર્પરેશન 1,અને વડોદરામાં 1  કેસ નોંધાયા હતા. આજે 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.



ગુજરાતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં 5,13,874 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 4,50,37,451 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.


દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?


રાજ્ય(Gujarat)માં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે.  રાજ્યના હવામાન વિભાગે (IMD)આ શક્યતા વ્યકત કરી છે.   હાલ તો 30 અને 31 ઓગષ્ટના દક્ષિણ ગુજરાત(south gujaratમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગના ડાયરેકટરે કહ્યું કે રાજ્યમાં હજુ 48 ટકા વરસાદ(Rain)ની ઘટ છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં 286 મિમી વરસાદ નોંધાયો છે. 



વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે.  શરુઆતમાં પડેલા સારા વરસાદના કારણે ખેડૂતોએ હોંશે હોંશે મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ હતું  પરંતુ બાદમાં સતત વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે.  તો સિંચાઈ માટેના ડેમ પણ હવે તળિયાજાટક બન્યા છે.   ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો માત્ર 27 ટકા વરસાદ નોંધાયો છે.  લાખણી તાલુકામાં માત્ર 7 ટકા વરસાદ પડ્યો છે. અહિં  ખેડૂતોએ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સિંચાઈ માટે સુજલામ સુફલાફ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની રજૂઆત કરી છે.