ગાંધીનગરઃ વિદેશ લઈ જવાના બહાને ઉત્તર ગુજરાતનાં લોકોને દિલ્હીમાં ત્રણ મહિના સુધી ગોંધી રાખીને લાખો રૂપિયા પડાવાયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર પોલીસે કબૂતરબાજીના આ એક મોટો રેકેટનો પર્દાફાશ કરીન બંદીઓને છોડાવ્યા છે.


વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી ગેરકાયદેસર ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગે છેલ્લા ત્રણ મહિનાથી બંદી બનાવેલા નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકત્તા ખાતેથી તેમની પકડમાંથી છોડાવી ગેંગનો પર્દાફાશ કર્યો છે.


પોલીસની પકડમાં આવેલો આ આરોપી  નિર્દોષ લોકોને છેતરી એક મોટા ગુનાને અંજામ આપી રહ્યો હતો આરોપી પોતાના સાગરીતો સાથે મળી આ ગુનો કરી રહ્યો હતો.


પોલીસને ૧૨/૦૨/૨૦૨૨ના રોજ રજુઆત મળેલી કે ગાંધીનગર જીલ્લાના ખરણા ગામના તથા મહેસાણા તેમજ અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી છેલ્લા બે મહિનાથી કોલકત્તા તેમજ દીલ્હી ખાતે બોલાવી તેમની પાસેથી રૂપિયા પડાવવા સારૂ અજ્ઞાત સ્થળે ગોંધી રાખેલ છે.


આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલીક LCB-2 ના પો. ઇન્સ જે.એચ.સિંધવ ને તપાસ કરવા આદેશ આપવામાં આવેલ. તેના આધારે  LCB-2 ના અધિકારી તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક હવાઈ માર્ગે કોલકત્તા તથા દીલ્હી ખાતે ગયા હતા.  દીલ્હી ખાતે સ્પેશ્યલ સેલની મદદથી ભોગ બનનારને શોધી કાઢ્યા હતા. તેમને સહી સલામત છોડાવવા જરૂરી હોવાથી રેસ્ક્યુ કરી બાળકો સહિત કુલ-૧૫ ભોગ બનનાર લોકોને છોડાવી રેલ માર્ગે તેમજ હવાઈ માર્ગે પરત લાવી તેમની પૂછપરછ કરતાં મોટા ખુલાસા થયા છે.


એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ મારફતે આ લોકોને કોલકત્તા અને દીલ્હી મોકલી આપવામાં આવ્યા હતા.  ત્યાં સુશિલ રોય, સંતોષ રોય, કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી આ લોકોને ગેરકાયદેસર ગોંધી રાખ્યા હતા.  તેઓની ઉપર અમાનવીય ત્રાસ ગુજારી તેમને તેમનાપરિવાર સાથે ફોન ઉપર વાત કરાવડાવી ધાક ધમકી આપી અમો કેનેડા ખાતે પહોચી ગયેલ છે તેમ બોલાવડાવી પરિવાર પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂપિયા 2.35 કરોડ જેટલી રકમ ખંડણી સ્વરૂપે વસુલ કરેલ હોવાનું જણાઈ આવેલ છે.  રેસ્ક્યુ કરેલ ઈસમોને સહી સલામત તેમના ઘરે સોંપવામાં આવેલ છે. આ ટોળકીએ આવા ગુન્હાઓને અગાઉ પણ અંજામ આપેલ હોવાનુ જણાઈ આવ્યું છે.


રાજેશ નટવરલાલ પટેલની અટકાયત કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ બાબતે માણસા પો.સ્ટે ગુન્હો નોંધીને આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.  ફરાર આરોપીઓ સુશિલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનિયાને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને


આ બાબતે અન્ય એજન્ટ રમેશભાઈ સોમાભાઈ પટેલ ની પણ પૂછપરછ ચાલુ છે.