આજે જે 16 નવા કેસ સામે આવ્યા છે તેમાંથી 11 કેસ અમદાવાદમાં મળ્યા છે. આજે જે કેસ મળ્યા છે તેમાંથી મોટા ભાગના કેસ તબલિગી જમાત સાથે જોડાયેલ છે.
2714 લેમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. 144 ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 2531 નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત 39 ટેસ્ટ હજુ પણ પેન્ડિંગ છે.
ગુજરાતમાં જે કેસ નોંધાયા છે એમાંથી 21ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાં, અમદાવાદ 6, સુરત 5, રાજકોટ 3, વડોદરાના 5, ગાંધીનગર 2.
ગુજરાતમાં કુલ 144 કેસમાંથી 33 કેસ વિદેશ પ્રવાસના છે, 26 કેસ આંતર રાજ્યના અને 85 વ્યક્તિને લોકલથી ચેપ લાગ્યો છે.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની વાત કરીએ તો સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં કેસ આ પ્રમાણે છે.
મોરબિમાં 21 પરિવારના 100થી વધારે લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. ગઈકાલે મોરબી અને ભૂજમાં કોરોનાનો એક એક કેસ નોંધાયો હતા. જામનગર બાદ મોરબીમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે સુરત ગ્રામ્ય અડાજણ વિસ્તારમાં પણ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે. આ સાથે ગઈકાલે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે.
કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદમા 70 વર્ષના પુરુષને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. 26 માર્ચના રોજ દર્દીને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. 11 દિવસ સુધી મેડિકલ તપાસનો તબક્કો પૂર્ણ કર્યા બાદ દર્દીને રજા આપવામાં આવી હતી.