Teachers Recruitment in Gujarat: ગુજરાત સરકારે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની યોજના જાહેર કરી છે.


આ ભરતી અભિયાન હેઠળ માધ્યમિક વિભાગ માટે અંદાજે 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજે 2000 શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. આ પગલું રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસનો એક ભાગ છે.


અરજી પ્રક્રિયા અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું, "ઇચ્છુક ઉમેદવારો 12 સપ્ટેમ્બર, 2024થી 26 સપ્ટેમ્બર, 2024 સુધી http://gserc.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. અમે તમામ પાત્ર ઉમેદવારોને આ તકનો લાભ લેવા પ્રોત્સાહિત કરીએ છીએ."






નોંધનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે ૧૧ મહિનાના કરાર (કોન્ટ્રાક્ટ) થી નિમણુંક કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર દ્વારા કાયમી શિક્ષકને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાની યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયક માટે પુનઃ જાહેરાત આપવામાં આવી છે. ટેટ-ટાટ પાસ થયેલ હજારો ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ, સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવુ કેટલા અંશે વ્યાજબી ? ગુજરાત સરકારે જે આધાર લઈને જ્ઞાન સહાયક યોજના જાહેર કરેલ છે તે રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-૨૦૨૦ માં પેઈજ નં. ૨૨, પોઈન્ટ નં. ૫૧૭ માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ?


કાયમી શિક્ષકોની ભરતી માટે જ્યારે જ્યારે વ્યાપક રજુઆતો થાય છે ત્યારે આક્રોશ ઠંડો પાડવા શિક્ષણમંત્રી દ્વારા વિધાનસભા ગૃહમાં અને સમૂહ માધ્યમોમાં મૌખિક જાહેરાતો કરવામાં આવે છે પણ, મૌખિક જાહેરાત મુજબ સત્તાવાર ભરતી કરવામાં આવતી નથી. તાજેતરમાં પાંચ-પાંચ વર્ષથી શિક્ષક બનવા માટે રાહ જોઈ રહેલા ગુજરાતના ટેટ-ટાટ પાસ યુવાનોએ તાત્કાલીક ભરતી પ્રક્રિયા હાથ ધરવાની માંગ સાથે ગાંધીનગરમાં આક્રોશ સાથે પ્રદર્શન કર્યુ ત્યારે ફરી એકવખત ભરતી પ્રક્રિયા માટે મૌખિક જાહેરાત કરવામાં આવી જેને અનેક દિવસો વિતી ગયા છતાં આજદિન સુધી સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું નથી. જે ગુજરાતના યુવાન-યુવતિઓ સાથે વધુ એક છેતરપીંડી છે. વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક ભરતી માટે જાહેરનામું તો ના આવ્યું પણ ઉલટાનું કરાર આધારીત જ્ઞાન સહાયકની જાહેરાત પ્રકાશીત કરવામાં આવી તે કેટલે અંશે વ્યાજબી? જે સરકાર વારંવાર જ્ઞાન સહાયકને વૈકલ્પિક વ્યવસ્થા ગણાવે છે તે શા માટે કાયમી ભરતીના ભોગે આવી જાહેરાતો કરી રહ્યું છે ? રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ ગુજરાતના યુવાન-યુવતિઓ સાથે રમત રમવાનું બંધ કરે.


આ પણ વાંચોઃ


નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ની મુખ્ય લેખિત પરીક્ષાની નવી તારીખો જાહેર