આણંદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. પક્ષ પલટાની સાથે સાથે આરોપ પ્રત્યારોપ પણ કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો રાજીનામા પણ આપી રહ્યા છે. હવે આ કડીમાં સોજીત્રા પાલિકાના 5 કાઉન્સિલરોએ ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. આણંદ જીલ્લા પ્રમુખ વિપુલ પટેલના મત વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી પહેલા 5 કાઉન્સિલરોએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે.
સોજીત્રા ભાજપ સંગઠનના કેટલા હોદેદારો તેમની ખોટી રીતે બદનામી કરતા હોય જેને લઈ રાજીનામુ આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના જ કાઉન્સિકારો સંગઠનથી નારાજ થતા જિલ્લા પ્રમુખને રાજીનામુ ધરી દીધુ છે. પ્રધાનમંત્રી મોદીના સૌના સાથ સૌ નો વિકાસ સૌનો વિશ્વાસનું સૂત્ર સોજીત્રા નગરપાલિકામાં સાર્થક ન થતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ કાઉન્સિકારોએ આપ્યું રાજીનામું
- વોર્ડ નંબર 1 કાઉન્સિલ તેમજ ઉપપ્રમુખ કલ્પનાબેન મકવાણા
- વોર્ડ નંબર 2 ના રાહુલભાઈ વાઘરી
- વોર્ડ નંબર 3 ઉન્નતિબેન રાણા
- વોર્ડ નંબર 4 જીજ્ઞેશભાઈ પટેલ
- વોર્ડ નંબર 5 કોકિલાબેન વાઘરી
- વોર્ડ નંબર 5 કોકિલાબેન વાઘરી
અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસની રેડ
અમદાવાદ શહેરમાં આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ પાડી હોવાની માહિતી આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું. ઈસુદાન ગઢવીએ લખ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચતાં જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસે રેડ પાડી છે. બે કલાક તપાસ કરીને પોલીસ ચાલી ગઈ છે. તેમને કંઈ મળ્યું નથી. પોલીસે કહ્યું છે કે, ફરીથી આવીશું"
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?