Anand: આણંદમાં મહિલાએ બર્થ ડે પર રિસોર્ટ ભાડે રાખીને યોજી પાર્ટી, પોલીસને જોતાં જ....
આણંદની આંકલાવ પોલીસે ગત મોડી રાત્રીના દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા હતા. યુવકો બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક મહિલાએ તેના બર્થ ડે પર રિસોર્ટ બુક કરાવીને પાર્ટીનું આયોજન કર્યુ હતું. પાર્ટી માટે આંકલાવના નવાખલના ગ્રીનટોન ફાર્મ હાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું.
25 જેટલા વ્યક્તિઓની દારૂની પાર્ટી કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા લોકોમાં 15 પુરૂષ અને 10 મહિલાઓ પણ સામેલ હતી.
નવાખલનું ગ્રીનટોન ફાર્મ હાઉસમાં પોલીસ આવી જતાં પાર્ટી પ્રેમીઓના રંગમાં ભંગ પડ્યો હતો.
પોલીસ પકડમાં આવ્યા બાદ નબીરાઓએ મો છુપાવવાનો વારો આવ્યો હતો. તમામ નબીરાઓ વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
દારૂના નશામાં ચૂર તમામની પોલીસે અટકાયત કરી હતી. રિસોર્ટમાંથી દારુની 10 બોટલો મળી હતી. જેમાંથી 3 ભરેલી, 5 ખાલી અને 2 અડધી ભરેલી હતી.
11 લાખના મુદા માલ સાથે આરોપીઓની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસે 8 દ્વિચક્કી વાહનો તેમજ 1 ફોર વ્હીલ, મોબાઈલ સાથે મુદ્દામાલ જપ્ત કર્યો હતો.