અમરેલીઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે અત્યાર સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી, તેવા અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણના સંકટના એંધાણ છે. વાત એવી છે કે, અમરેલીના લાઠીના પીએસઆઇના પિતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. પીએસઆઇના પિતા ગાંધીનગર રહે છે અને તેમને કોરોના થતા હોસ્પિટલાઇઝ કરાયા છે. લાઠીનાલાઠીના PSI પોતાના પિતાને ગાંધીનગર મળીને લાઠી આવ્યા છે, ત્યારે હવે અમરેલીમાં સંક્રમણનું સંકટ દેખાઈ રહ્યું છે.


ગાંધીનગરથી લાઠી આવ્યા બાદ તેમના પિતાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટિવ આવતા PSIને ગાંધીનગર પરત રવાના કરાયા છે. લાઠી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ બંદોબસ્ત દરમ્યાન તેમના પિતાને ગાંધીનગર પોજીટીવ આવતા તાત્કાલિક ગાંધીનગર રવાના કરાયા છે. PSI પોતાની ફરજ દરમિયાન લાઠીના 12 લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા. 12 માંથી 1 ફોટો ગ્રાફર, 1 હોમગાર્ડ, 1 ટી.આર.બી. જવાન અને 9 જેટલા પોલીસ જવાનો સમાવેશ થાય છે. આ તમામને કવોરોન્ટાઇન કરાયા છે.

અમરેલી જીલ્લા ક્વોરોન્ટાઇન રૂમ ખાતે 6 લોકોને રખાયા છે, જ્યારે અન્ય 6 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે. સમગ્ર મામલે અમરેલી જીલ્લા આરોગ્ય અધિકારીએ પુષ્ટી કરી છે.