VADODARA : હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ અંગે મોટો ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયૉ છે કે તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. એટલે કે ગુણાતીત સ્વામીનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. હવે સૌથી મોટો પ્રશ્નએ ઉભો થયો છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી છે કે કોઈએ તેમની હત્યા કરી? પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે તાપસ શરૂ કરી છે. 


પોલીસના પંચનામામાં પણ નિશાનનો ઉલ્લેખ 


સોખડા મંદિર ખાતે ગુણાતીત સ્વામીના મોતના મામલે પોલીસે કરેલા પંચનામામાં સ્વામીના ગળાના ભાગે  ત્રણ નિશાંત દેખાયા હતા એવે ઊલળકહે કરવામાં આવ્યો હતો.  તે નિશાન શેના  હોઈ શકે તે સવાલ પોલીસે ડોક્ટરને કર્યો હતો.  કોઝ ઓફ ડેથ શું હોઈ શકે તે પણ ડોક્ટરો જણાવશે  પંચનામા સાથે બોડીનું જે વર્ણન કર્યું તે ધ્યાને લેવા ડોક્ટરોને પોલીસને જણાવવા કહેવામાં આવ્યું હતું.  તેમના ડોકના ભાગે નિશાન કેવી રીતે આવ્યા તે સ્પષ્ટતા  કરવા ઉલ્લેખ કરાયો હતો. ગળાના ભાગેના નિશાન શું અંતિમ સંસ્કાર પહેલા બાંધવામાં આવેલી બોડીના તો નિશાન નથી આ  સવાલ ઊભો થયો હતો.  ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ મોત અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. 


સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું છે. ત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી હતી. સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. કેટલાક હરિભક્તોએ સ્વામીના મૃત્યુને લઈને તપાસની માંગ કરી હતી. નોંધનીય છે કે, તેમનું નિધન થતાં અંતિમક્રિયા કરવામાં આવી રહી હતી,  જોકે રે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી હતી. 


ગુણાતીત સ્વામીના શંકાસ્દ મોત મામલે સંજય ચૌહાણ અને સુજીત પટેલ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી હતી. તેમણે અરજી કરી હતી કે, ગુણાતીત સ્વામીનું અચાનક મૃત્યુ થયું છે. આ સંત સ્વસ્થ હતા અને અચાનક મૃત્યુ થયું છે. એટલે અમને આશંકા છે. મૃત્યુ બાબતમાં અમારી પ્રાર્થના છે કે, આપ પેનલ પોસ્ટમોર્ટમ કરાવો. કારણ કે, ત્યાં તાત્કાલિક અંતિમ સંસ્કાર વિધી કરી રહ્યા છે  તો આપ તપાસ કરાવો અને પેનલ પોસ્ટમોર્ટમ કરાવો એવી વિનંતી. ત્યાબાદ ગુણાતીત સ્વામીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.