પાલનપુર: એક કહેવત છે કે ‘પાપ છાપરે ચડી પોકારે છે’ બસ આજ કહેવતની સાચી કરી છે બનાસકાંઠાના ખીમાણા ગામમાં જીયા એક મહિલાએ. પોતાના પ્રેમી સાથે રહેવા એક મહિલાને મોતને ઘાટ ઉતારી ત્યાર બાદ તે મહિલાનો મૃતદેહને સળગાવી પોતે સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું નાટક કરી સાસરીયા પક્ષને પોતાના મોતના ગુનામાં સજા પણ કરાવી પરંતુ આખરે 14 વર્ષે પાપ છાપરે ચડીને પોકાર્યું અને હત્યાનો પર્દાફાશ થયો હતો.
બનાસકાંઠા: બેવફા પત્ની 14 વર્ષ પહેલા આત્મહત્યાનું કારસ્તાન રચનાર 14 વર્ષ બાદ જીવતી મળી? જાણો કેમ આવું કર્યું

કાંકરેજ તાલુકાના ખીમાણા ગામની અસ્થિર મહિલાની હત્યાનો ભેદ 14 વર્ષ બાદ ઉકેલાયો છે.ચ કાંકરેજ તાલુકાના ખીમણા ગામની અસ્થિર મગજની મહિલા શારદાબેન ચોથાભાઈ રાવળને મોતને ઘાટ ઉતારાઈ હતી. એક સનસનીખેજ ખેલ ખેલવામાં આવ્યો હતો જે શારદાબેનની હત્યા કરાઈ હતી. એ મહિલાને ભીખીબેનના નામે ખપાવી નિર્દોષોને સજા ભોગવવાનો વારો આવ્યો હતો.

આ સનસનીખેજ ઘટનાનીની વિગત જોઈએ તો ડીસા તાલુકાના મુડેઠા ગામના વિજુભા મણાજી રાઠોડને ખીમાણા ગામની ભીખીબેન પ્રકાશભાઇ પંચાલ સાથે પ્રેમ સંબંધ હતો જોકે આ ભીખીબેન પંચાલનું લગ્ન બીજી જગ્યાએ કરાવી દીધું હતું. પાટણ તાલુકાના બાલવા ગામે ભીખીબેનના લગ્ન કરી દેવાયા હતા જોકે વિજુભા અને ભીખીબેન બંનેને પહેલેથી પ્રેમ સંબંધ હતો અને તેમની સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું ત્યારબાદ તેઓએ એક સનસનીખેજ ક્રાઈમ ખેલ્યો હતો. ખીમાણા ગામની જે અસ્થિર મગજની મહિલા હતી.

શારદાબેન પંચાલ તેઓએ તેમને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હતું જેમાં બે અન્ય વ્યક્તિઓને પણ સહારો લીધો હતો. આજથી 14 વર્ષ પહેલાં અસ્થિર મગજની મહિલા શારદાબેન પંચાલને એક રાત્રે બોલેરો ગાડીમાં અપહરણ કર્યું હતું અને ખીમાણા ગામમાં ડેરી પાછળ લઈ જઈ અને એની ગળું દાબીને આરોપીઓએ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૃતક મહિલાના શરીર પર અને મોઢા પર કેરોસીન છાંટી અને તેના મોતની અંજામ આપ્યો હતો. જોકે આ હત્યામાં સંડોવાયેલ બન્ને પ્રેમીઓ વિજુભા અને ભીખીબહેને ભીખીબેનની સાડી મૃતક શારદાબેનના બાજુમાં મૂકી દીધી હતી અને ખોટા પુરાવા ઉભા કર્યાં હતા અને ભીખીબેનની હત્યા થઈ હોવાનું જાહેર કર્યું હતું.

જોકે આ ઘટનાના 14 વર્ષ બાદ આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ભીખીબેન જે પોલીસ ચોપડે મૃત્યુ પામી હતી તે જીવતી હતી અને તે હત્યારી હતી જોકે બે મહિના અગાઉ ખીમાણા ગામમાં 20 લાખની ઘરફોડ ચોરી થયેલી અને આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસ તપાસ બાદ આ ચોરીનો આરોપી વિજુભા મણાજી રાઠોડ ઝડપાયો હતો. જોકે પોલીસને ત્યારબાદ શંકા ગઈ હતી અને પોલીસની આકરી પૂછપરછમાં વિજુભા ભાગી પડ્યો હતો ત્યારબાદ પોલીસની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે 14 વર્ષ અગાઉ જે ખીમાણા ગામની મહિલાની હત્યા કરાઇ હતી તે પોતે અને તેની પ્રેમિકા ભીખીબેન કરી હોવાનું કબૂલ્યું હતું.

જોકે આ બન્ને હત્યા કર્યા બાદ મહેસાણામાં નામ બદલીને રહેતા હતા ત્યારે ખીમાણા ગામે લાખોની ચોરીમાં પોલીસ જે આરોપીને ઝડપ્યો હતો તેમાં એક નિર્દોષ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અત્યારે તો પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યાં છે ત્યારે 14 વર્ષ પહેલાં થયેલી પોલીસની કામગીરી બાબતે સવાલ ઉઠ્યા છે.

14 વર્ષ પહેલાં અસ્થિર મગજની મહિલાની હત્યા કરાઈ અને ખોટા પુરાવા ઉભા કરી અને જીવતી મહિલાને મૃતક બતાવાઈ જેને લઈને આ જીવતી મહિલાના સાસરિયા પર પોલીસ ફરિયાદ થઈ જેવો આરોપીઓ સાબિત થયા અને તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો જોકે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ તેઓ નિર્દોષ છૂટ્યા હતા. પરંતુ જે પ્રકારે પોલીસે 14 વર્ષ પહેલાં તપાસ કર્યાં વગર નિર્દોષોને આરોપીઓ બનાવી દીધા હતા.

નિર્દોષ મહિલાની હત્યા થઈ હતી ત્યારે 14 વર્ષ પહેલાંની પોલીસ તપાસ સામે પણ આજે સવાલ ઉઠ્યા છે જોકે અત્યારે તો એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને આ બે જે શાતિર પ્રેમી યુગલ હતું તેઓને પોલીસે ઝડપી પાડ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે નિર્દોષોએ શા માટે સજા ભોગવી.